'પતલી કમરિયા' ડાન્સ કરતાં કરતાં થઇ ભોંય ભેગી, વાયરલ થયો વિડીયો

Viral patali kamariya dance: સોશિયલ મીડિયા પર પતલી કમરિયાનો ફીવર ઓછો થવાનું નામ નથી લેતો. માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ અત્યાર સુધીમાં 30 મિલિયનથી વધુ લોકો આ ગીત પર રીલ્સ બનાવી છે. આ ગીત સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યું છે. કેટલાક કોન્ટેન્ટ ક્રીએટર્સે તો શાનદાર વીડિયો પણ બનાવ્યા છે.

'પતલી કમરિયા' ડાન્સ કરતાં કરતાં થઇ ભોંય ભેગી, વાયરલ થયો વિડીયો

patali kamariya dance accident video: તમે એમ વિચારતા હશો કે આપણે આ ટ્રેન્ડની વાત અત્યારે શા માટે કરી રહ્યા છીએ? આપને જણાવી દઈએ કે આ ગીત પર એક યુવતીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે કોઈ પણ આ યુવતીનો ડાન્સ જોવે છે તે આશ્ચર્ય ચકિત થઈ જાય છે. 

યુવતી ડાન્સ કરવામાં ખોવાઈ જાય છે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી પીકઅપ વાનમાં ચઢીને  ડાન્સ કરી રહી છે. ગીતમાં જે સ્ટેપ્સ ટ્રેન્ડ થઈ રહ્યાં છે તે બધા જ સ્ટેપ્સ ફોલો કરી રહી છે. જોકે તેમાં કોઈ શંકા નથી કે તેણે ખુબ જ સરસ ડાન્સ કર્યો છે. પરંતુ થોડીક જ વારમાં યુવતી પીકઅપ વાનમાંથી ડાન્સ કરતાં પડી ગઈ. તમે વીડિયોમાં આગળ જોશો કે યુવતી નીચે પડતી જોવા મળે છે. જેમા તેને ઈજા પણ થઈ હશે. 

પતલી કમર બચી કે તૂટી
આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ ગયો. અને લોકોને કમેન્ટ્સ પણ આવી રહી છે., જે ખૂબ જ હાસ્યાસ્પદ છે. એક યુઝરે પૂછ્યું કે પછી પાતળી કમરનું શું થયું? તૂટી કે બચી ગઈ?  એક યુઝરે લખ્યું કે હજુ કરો પતલી કમરિયા. વીડિયો જોયા પછી ઘણા યુઝર્સ યુવતીની ટીકા પણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news