Zojila Tunnel: હવે ભારે હિમવર્ષાની વચ્ચે શ્રીનગર-લેહ-લદાખ હાઈવે નહીં થાય બંધ! લદાખ જવું બનશે વધુ સરળ
આ ટનલ સામાન્ય જનતા અને પ્રવાસીઓની સાથે સાથે ભારતીય સેના માટે પણ અત્યંત મહત્વની છે. તે પૂરી થશે ત્યારે દરેક સિઝનમાં કાશ્મીર ઘાટીથી લદાખનો સંપર્ક જળવાઈ રહેશે. શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તાર એકબીજા સાથે જોડાયેલા રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ આ ટનલ સામાન્ય જનતા અને પ્રવાસીઓની સાથે સાથે ભારતીય સેના માટે પણ અત્યંત મહત્વની છે. તે પૂરી થશે ત્યારે દરેક સિઝનમાં કાશ્મીર ઘાટીથી લદાખનો સંપર્ક જળવાઈ રહેશે. શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તાર કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની આધારશિલા રાખી. તેમણે એશિયાની સૌથી લાંબી નિર્માણાધીન ટનલ ઝોજિલા ટનલનું નિરીક્ષણ કર્યું.
આ ટનલ પૂરી થવાથી ઠંડીઓમાં થતી ભારે હિમવર્ષાની વચ્ચે શ્રીનગર-લેહ-લદાખ હાઈવે બંધ નહીં થાય અને લદાખ જવાનું સરળ રહેશે. એટલે લદાખ હવે આખું વર્ષ ભારતથી અલગ નહીં રહે. જણાવવામાં આવી રહ્યું છે કે એક 18 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે. જે ઝેડ મોડ ટનલથી ઝોજિલા ટનલ સુધી જશે. આ રોડ પર એવા એડવાન્સ પ્રોટેક્શન સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવી રહ્યા છે જે બંને ટનલની વચ્ચે દરેક સિઝનમાં કનેક્ટિવિટી આપશે. ત્યારે આવો જાણીએ ઝોજિલા ટનલ કેમ આટલી ખાસ છે.
કુતુબમિનારથી 5 ગણી ઉંચાઈ પર ટનલ:
ઝોજિલા ટનલને એશિયાની સૌથી લાંબી ટનલ ગણાવવામાં આવી રહી છે. આ ટનલનો પાયો મે 2018માં નાંખવામાં આવ્યો હતો. પરંતુ ટેન્ડર મેળવનારી કંપની IL&FSએ નાદારી જાહેર કરી. તેના પછી હૈદરાબાદની મેઘા એન્જિનિયરીંગને તેનો ઓર્ડર આપવામાં આવ્યો. જ્યાં ટનલ બનાવવામાં આવી રહી છે તે જગ્યા કુતુબ મિનારથી 5 ગણી વધારે ઉંચાઈ પર છે. ઝોજિલા પાસની નજીક 3000 મીટકની ઉંચાઈ પર આ ટનલ બનાવવામાં આવી રહી છે. તેનું લોકેશન નેશનલ હાઈવે-1 (શ્રીનગર-લેહ) પર છે.
સાડા ત્રણ કલાકની મુસાફરી માત્ર 15 મિનિટમાં:
આ ટનલ લગભગ 14.15 કિલોમીટર લાંબી છે. તેને એશિયાની સૌથી લાંબી ટનલ ગણવામાં આવી રહી છે. આ ટનલ પૂરી થવાથી જે અંતર કાપતાં સાડા ત્રણ કલાક લાગતાં હતા તે માત્ર 15 મિનિટમાં પૂરો થઈ જશે. આટલે લોકોના 3 કલાક અને 15 મિનિટ બચશે.
ભારતીય સેના માટે મહત્વનો છે આ પ્રોજેક્ટ:
આ ટનલ સામાન્ય લોકો અને પ્રવાસીઓની સાથે સાથે ભારતીય સેના માટે પણ અત્યંત મહત્વનો છે. તે પૂરો થવાથી દરેક સિઝનમાં કાશ્મીર ઘાટીથી લદાખનો સંપર્ક જળવાઈ રહેશે. શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તારો જોડાયેલા રહેશે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે સેના માટે આ રસ્તો સિયાચિન સુધી જાય છે. આવનારા સમયમાં શ્રીનગર-કારગિલ-લેહના રસ્તામાં હિમસ્ખલનનો ડર નહીં રહે.
સુરક્ષાની દ્રષ્ટિએ તમામ વ્યવસ્થા:
1. ટનલની અંદર રસ્તાની બંને બાજુ દર 750 મીટર પર ઈમરજન્સી લે-બાઈ હશે, કેરિયરવેની બંને બાજુ સાઈડવાક્સ હશે.
2. યૂરોપીય માપદંડ અનુસાર ટનલની અંદર દર 125 મીટરના અંતરે ઈમરજન્સી કોલ કરવાની સુવિધા હશે.
3. આખી ટનલમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે અને મેન્યૂઅલ ફાયર એલાર્મનું બટન પણ હશે.
4. ટનલની દીવાલ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ટનલની બંને બાજુ થાંભલા લગાવીને કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે