યુપીના બાહુબલી ગેંગસ્ટરનો ‘ચેલો’ પકડાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં ઉત્તર પ્રદેશના એક મોટા ગેંગસ્ટર સુભાષ ઠાકુરના એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. સુભાષ ઠાકુર ઉત્તરપ્રદેશમાં એક મોટો બાહુબલી ગેંગસ્ટર છે અને જે એક સમયે દાઉદ અને અન્ય ગેંગ સાથે પણ કામ કરી ચૂક્યો છે.
ઉત્તરપ્રદેશના નામચીન ગુનેગારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. યુપીમા આ ગુનેગાર પર હજારો રૂપિયાનું ઇનામ છે. જે હત્યા અને ખંડણીના અનેક ગુનાઓમાં ફરાર હતો. ઉત્તરપ્રદેશના સુભાષસિંગ ઠાકુર ગેંગના સાગરિત મનીષ સિંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. જેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ છે. બોટાદ ખાતેના ચકચારી ડબલ મર્ડર તથા અમદાવાદ ખાતેના હથિયારના ગુનામાં પણ મનિષ સિંગ વોન્ટેડ હતો. જેને આખરે પકડી લેવામાં આવ્યો છે.
મનીષ મૂળ ઉત્તરપ્રદેશ બનારસનો રહેવાસી છે. બનારસમાં કુલ 15 ગુનાઓમાં તે આરોપી છે. ઉત્તરપ્રદેશ પોલીસે મનીષ સિંગ પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તે ગુજરાતમાં 3 અને મુંબઇમાં 1 ગુનામાં વોન્ટેડ છે. તેની સામે ખંડણી, લૂંટ, આર્મ્સ એક્ટ સહિત ગુના દાખલ થયા છે. મુંબઈમાં તેની સામે 307 નો ગુનો દાખલ થયો છે. ગુજરાતમાં આર્મ્સ એક્ટ અને પાલનપુરમાં આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં અને બોટાદમાં હત્યાના ગુનામાં વોન્ટેડ હતો.
મનીષ સિંગે ઉત્તરપ્રદેશમાં ગુનાથી શરૂઆત કરી હતી. તે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. ભાગીને તે ગુજરાત આવી ગયો હતો. તે ત્રણ ગુનામાં વોન્ટેડ હતો, તેમાં ક્રાઈમ બ્રાન્ચના ગુનામાં પકડ્યો છે. તેણે બોટાદમાં સોપારી લઈને હત્યા કરી હતી. જેને સોપારી આપી તેને મરણ જનાર સાથે અંગત વાંધા હતા. હાલ મનીષ સિંગ મુંબઈથી પકડાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે