Xiaomi લાવ્યું જબરદસ્ત 5G સ્માર્ટફોન, ખરીદી પર મળશે 3500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
આ ફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના 6જીબી રેમ+128જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 26,999 રૂપિયા છે. તો ફોનના 8જીબી રેમ+128જીબી વાળા વેરિએન્ટને ખરીદવા માટે તમારે 28999 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ Xiaomi એ ભારતમાં પોતાના સ્માર્ટફોનની રેન્જ વધારતા નવા હેન્ડસેટ Xiaomi 11 Lite NE 5G ને લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના 6જીબી રેમ+128જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 26,999 રૂપિયા છે. તો ફોનના 8જીબી રેમ+128જીબી વાળા વેરિએન્ટને ખરીદવા માટે તમારે 28999 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ફોનનું વેચાણ 2 ઓક્ટોબરે શરૂ થશે. તેને એમેઝોન સિવાય Mi.com અને Mi હોમ સ્ટોર્સ પરથી ખરીદી શકશો.
ફોનની ખરીદી પર કંપની 2 હજાર રૂપિયાના કેશબેકની સાથે 1500 રૂપિયાના દિવાળી ડિસ્કાઉન્ટ (2થી 7 ઓક્ટોબર વચ્ચે) આપવાની છે. કંપનીએ આ ફોનને ટસ્કની કોરલ, વિનાઇલ બ્લેક અને જૈજ બ્લૂની સાથે ડાયમંડ ડેઝલ કલર ઓપ્શનમાં પણ રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રેડમીનો ધમાકો, ભારતીય બજારમાં લોન્ચ કર્યા Redmi 9i Sport અને 9A Sport સ્માર્ટફોન, જાણો કિંમત અને ખાસિયત
Xiaomi 11 Lite NE 5G ના ફીચર અને સ્પેસિફિકેશનન
ફોનમાં 1080x2400 પિક્સલ રેઝોલ્યુશનની સાથે 6.55 ઇંચની ફુલ એચડી+ ફ્લેટ પોલિમર OLED ટ્રૂ-કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ, 240Hz ના ટચ સેપલિંગ રેટ, HDR 10+ અને ડોલ્બી વિઝનથી લેસ છે. 8જીબી સુધીની રેમ અને 128જીબીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં કંપની સ્નેપડ્રેગન 778G SoC ઓફર કરી રહી છે.
ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનથી લેસ આ ફોનની થિકનેસ 6.81mm છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં કંપની એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ ઓફર કરી રહી છે. તેમાં 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સરની સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનને પાવર આપવા માટે તેમાં 4250mAh ની બેટરી લાગી છે, જે 33 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 12 5G બેન્ડ સપોર્ટની સાથે NFC આપવામાં આવ્યું છે. આ સિવાય કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ 6, બ્લૂટૂથ વર્ઝન 5.2, જીપીએસA-GPS, IR બ્લાસ્ટર અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ડ્યૂલ સ્પીકરથી લેસ ફોનમાં તમને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્સ સેન્સર પણ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે