#IndiaKaDNA: રામ, રાષ્ટ્રવાદ અને રાજકારણ પર જુઓ બપોરે 12 વાગ્યાથી રાષ્ટ્રીય સંવાદ
2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સત્તામાં પાછા ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શરૂઆતના છ મહિના ભારતીય રાજકારણની દશા અને દિશા બદલવા માટે મહત્વના સાબિત થયા છે. મોદી 2.0ના પ્રાથમિક દોરમાં કાશ્મીરમાંથી એક ઝાટકે સંસદમાં ભારે બહુમતી સાથે આર્ટિકલ 370 અને 35એ ખતમ થયા બાદ 31 ઓક્ટોબરે નવી સવાર જોવા મળી. આ પ્રદેશ હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો છે. આ રીતે દેશમાં હવે એક રાજ્ય ઓછું થયું અને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશો નવા બન્યાં.
Trending Photos
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સત્તામાં પાછા ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શરૂઆતના છ મહિના ભારતીય રાજકારણની દશા અને દિશા બદલવા માટે મહત્વના સાબિત થયા છે. મોદી 2.0ના પ્રાથમિક દોરમાં કાશ્મીરમાંથી એક ઝાટકે સંસદમાં ભારે બહુમતી સાથે આર્ટિકલ 370 અને 35એ ખતમ થયા બાદ 31 ઓક્ટોબરે નવી સવાર જોવા મળી. આ પ્રદેશ હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો છે. આ રીતે દેશમાં હવે એક રાજ્ય ઓછું થયું અને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશો નવા બન્યાં.
અયોધ્યા કેસમાં પણ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પૂરી થઈ ગઈ છે. આગામી ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે અયોધ્યા મામલો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ કેસોમાં સામેલ છે. આ કેસ પર ચુકાદો આગામી દિવસોમાં આવનાર છે. રામ મંદિરને લઈને આ ચુકાદો માઈલ સ્ટોન સાબિત થનારો છે.
आज दिन भर @ZeeNews पर #IndiaKaDNA pic.twitter.com/gAC7FobI46
— Sudhir Chaudhary (@sudhirchaudhary) November 1, 2019
મોદી 2.0ના શરૂઆતના છ મહિનાની અંદર જ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓમાં ભાજપ સતત બીજીવાર મોટો પક્ષ બનીને ઊભરી આવ્યો છે. હરિયાણામાં ભાજપે દુષ્યંત ચૌટાલાની જેજેપી સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી છે. જો કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હજુ પણ કોકડું ગૂંચવાયું છે. આ જ રીતે આગામી કેટલાક મહિનાઓમાં દિલ્હી અને ઝારખંડમાં ચૂંટણી થવા જઈ રહી છે.
જુઓ LIVE TV
બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં આ વિષયો પર ZEE NEWS ના #IndiakaDNA કોન્કલેવમાં રાજકીય ધૂરંધરો પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરશે. 1 નવેમ્બર 2019ના રોજ બપોરે 12 વાગ્યાથી ઝી ન્યૂઝ પર પ્રસારિત ઈ રહેલા આ કોન્કલેવમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કૌશલ વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે, રોડ પરિવહન રાજ્ય મંત્રી જનરલ વી કે સિંહ, પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા, અને કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડા, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ભાપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી દેશના જ્વલંત મુદ્દાઓ પર પોતાના દ્રષ્ટિકોણ રજુ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે