કિસાન આંદોલનમાં યુવીના પિતા યોગરાજના વિવાદિત નિવેદનથી બબાલ, હિન્દુઓને કહ્યાં ગદ્દાર
યોગરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જયો છે. ત્યારબાદ લોકો તેમની ધરપકડ કરવાની માગ કરી રહ્યાં છે. ટ્વિટર પર તો 'Arrest Yograj Singh' ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ પોતાના નિવેદનનો લઈને હંમેશા વિવાદોમાં રહેનાર પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે આ વખતે હિન્દુઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ કિસાન આંદોલનના સમર્થનમાં ભાષણ કરતા જોવા મળ્યા હતા.
તેમના આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જયો છે. ત્યારબાદ લોકો તેમની ધરપકડ કરવાની માગ કરી રહ્યાં છે. ટ્વિટર પર તો 'Arrest Yograj Singh' ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
He abuses his wife and son @YUVSTRONG12 .
Now he does the same to #Hindus.
He is a parasite & threat to the society and hence should be behind bars #ArrestYograjSingh
— Ashoke Pandit (@ashokepandit) December 4, 2020
ઘણા લોકોએ યોગરાજના ભાષણને નિંદનીય, ભડકાઉ, અપમાનજકન અને ધૃણાસ્પદ ગણાવી દીધું છે. યોગરાજ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે જેમાં તેઓ હિન્દુઓ માટે ગદ્દાર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમણે મહિલાઓને લઈને પણ વિવાદીત ટિપ્પણી કરી છે.
Shameful! #yograjsingh father of cricketer Yuvraj Singh abusing Hindus during farmer's protests.
This is not acceptable.. I demand his arrest. @AmitShah ji. #ArrestYograjSingh
— Hardik M Dodiya (@HardikDodiya_) December 4, 2020
Being Anti-Modi is your democratic & fundamental rights.
But Being Anti-National
/ Anti-Hindu /Pro-Terrorist in the name of being Anti-Modi/BJP is NOT acceptable & shouldn’t be tolerated by government of India at any cost.
— Sumit Kadel (@SumitkadeI) December 4, 2020
યોગરાજે આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પર નિવેદન આપી વિવાદ ઉભો કર્યો હતો, જ્યારે તેમના પુત્ર યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં કિસાન દિલ્હી સરહદ પર નવા કૃષિ કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. ઘણા જગ્યાએ આંદોલન થઈ રહ્યું છે અને ક્રિકેટથી લઈને બોલીવુડ જગતની મોટી હસ્તિઓ કિસાનોને સમર્થન કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે