2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને અપાશે ડોઝ, શું છે WHOને વેક્સિન વિતરણનો રોડમેપ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, વેક્સિન વિતરણના પ્રારંભિક તબક્કામાં વધુ જોખમ વાળા ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર્સ બાદ ફ્રંટ લાઇન પર કામ કરનાર લોકોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને અપાશે ડોઝ, શું છે WHOને વેક્સિન વિતરણનો રોડમેપ

જિનેવાઃ COVID-19 vaccines : કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ સમાચાર તમને રાહત આપી શકે છે. WHOએ આશા વ્યક્ત કરી છે કે 2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. સંગઠને શુક્રવારે વેક્સિન વિતરણના રોડમેપ જારી કરતા કહ્યુ કે, COVAX કાર્યક્રમમાં સામેલ 189 દેશોમાં રસીના સમાન વિતરણને નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં જોખમ વાળા લોકોને પ્રાથમિકતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, વેક્સિન વિતરણના પ્રારંભિક તબક્કામાં વધુ જોખમ વાળા ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર્સ બાદ ફ્રંટ લાઇન પર કામ કરનાર લોકોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બંન્ને ગ્રુપને વેક્સિન આપ્યા બાદ સીનિયર સીટિઝનને નક્કી કરવામાં આવશે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં વિશ્વના આશરે 20 ટકા લોકોને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના વાયરસના હાઈ ઝોનમાં રહેતા 20 ટકા લોકો પર તેમની પ્રથમ નજર છે. તેમાં સ્વાસ્થ્ય કર્મી અને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો સામેલ છે. મહત્વનું છે કે દુનિયામાં કોરોના મહામારીના ઉપચારમાં લાગેલા લાખો કર્મચારી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજુ કોરોના વાયરસથી વધુ મૃત્યુ વૃદ્ધ લોકોના થઈ રહ્યાં છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો પર કોરોના વાયરસનો વધુ પ્રકોપ રહ્યો છે. તેનું મોટું કારણ તેની નબળી ઇમ્યુન સિસ્ટમ છે. 

ક્રુર Kim Jong Un એ કોરોના નિયમ તોડનાર આરોપીને ગોળીથી ઉડાવી દીધો

2021ના અંત સુધી આશરે 2 અબજ લોકોને મળશે વેક્સિન
વૈજ્ઞાનિકે કહ્યું કે, 2021ના અંત સુધી આશરે બે અબજ લોકોને કોરોના વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, આ ડોઝ કોરોના મહામારીના પ્રસારને રોકવામાં પર્યાપ્ત હશે. તેમણે કહ્યું કે, 2021ના અંત સુધીમાં મહામારી પર કાબુ મેળવી લેવાશે. તેનાથી મોતના આંકડામાં પણ ઘટાડો થશે. 

આ પહેલા WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો સૌમ્યા સ્વામીનાથને આ વાતની જાણકારી આપી હતી કે વર્ષ 2021ના મધ્ય સુધી મોટા પાયા પર કોરોના વેક્સિનના વૈશ્વિક વિતરણની આશા નથી. સ્વામીનાથને સ્પષ્ટ કર્યુ કે, તેની મર્યાદા નક્કી ન કરી શકાય. તેમણે કહ્યું કે, 2021ના મધ્ય સુધી દેશોમાં વેક્સિનના ડોઝની ઉપલબ્ધતા સરળતાથી જોઈ શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું કે, તે સમય મર્યાદા નક્કી નથી. તે 2021ના બીજા ક્વાર્ટરમાં કે ત્રીજા ક્વાર્ટરમાં થઈ શકે છે. દરેક દેશમાં રસી પહોંચાડવામાં આટલો સમય લાગી જશે જેથી તે દેશ પોતાની જનતાને વેક્સિનના માધ્યમથી ઇમ્યૂન કરી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news