તમે પણ તમારી પોતાની Post Office ખોલી શકો છો, જાણો કેવી રીતે...

પોસ્ટ ઓફિસ સાથે મળીને કમાણી કરવાની આ એક અનોખી તક છે, પ્રથમ દિવસથી જ બમ્પર કમાણીની ગેરન્ટી છે, તેના માટે તમારે માત્ર પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી જ લેવાની રહેશે 

તમે પણ તમારી પોતાની Post Office ખોલી શકો છો, જાણો કેવી રીતે...

નવી દિલ્હીઃ કોઈ પણ વ્યવસાય શરૂ કરતાં પહેલા વ્યક્તિને એ ચિંતા હોય છે કે તેમાં કમાણી થશે કે નહીં. વ્યવસાય નફો કરતો થાય તેના માટે લાંબો સમય રાહ પણ જોવી પડતી હોય છે. જોકે, પ્રથમ દિવસે જ તમારી કમાણી શરૂ કરી આપે એવો પણ એક વ્યવસાય છે અને તેમાં તમારે અન્ય વ્યવસાય જેટલું મોટું રોકાણ પણ કરવાનું નથી. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માગતા હોવ તો તમારી પોતાની 'પોસ્ટ ઓફિસ' ખોલીને પ્રથમ દિવસથી જ બમ્પર કમાણી કરી શકો છો. 

કેવી રીતે મેળવશો ફ્રેન્ચાઈઝી
જો તમે 'પોસ્ટ ઓફિસ'ની ફ્રેન્ચાઈઝી મેળવવા માગો છો તો તમારે માત્ર રૂ.5,000ની સિક્યોરિટી રકમ ડિપોઝીટ તરીકે જમા કરવાની રહેશે. આ રકમ ફ્રેન્ચાઈઝી દ્વારા એક દિવસમાં કરવામાં આવતા આર્થિક વ્ય્વહારોની સંભવિત રકમ પર આધારિત હશે. ત્યાર બાદ આ રકમ રોજિંદી કમાણીને આધારે વધી શકે છે. સિક્યોરિટી ડિપોઝીટ રાષ્ટ્રીય બચત પત્રો તરીકે લેવામાં આવે છે. ફ્રેન્ચાઈઝી લેનારી વ્યક્તિની પસંદગી ડિવિઝનલ હેડ દ્વારા કરવામાં આવેે છે. અરજી મળ્યાના 14 દિવસના અંદર ASP/SDIના રિપોર્ટના આધારે પસંદગી કરવામાં આવે છે. 

ફ્રેન્ચાઈઝી લેવા માટે કઈ શરતો છે? 

  • ફ્રેન્ચાઈઝી લેવા માટે સૌથી પહેલા તમારે એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 
  • પસંદગી થયા બાદ તમારે ઈન્ડિયા પોસ્ટ સાથે એક MoU સાઈન કરવાનો રહેશે. 
  • ફ્રેન્ચાઈઝી લેવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા લઘુત્તમ લાયકાત ધોરણ-8 પાસ નક્કી કરવામાં આવી છે. 
  • ફ્રેન્ચાઈઝી લેનારી વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. 

હવે આને શું કહેશો! મુંબઈમાં બસ ડ્રાઈવરે ગીયરના સળિયાને સ્થાને બાંબૂની લાકડી લગાવી!

કોણ લઈ શકે છે ફ્રેન્ચાઈઝી 
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. જેમાં સંસ્થા, નાનો દુકાનદાર, નાના વેપારી પણ પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈ શકે છે. શહેરી ટાઉનશિપ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ઈન્ડસ્ટ્રીયલ સેન્ટર, કોલેજ, પોલિટેક્નિક્સ, યુનિવર્સિટીઝ, પ્રોફેશનલ કોલેજ પણ ફ્રેન્ચાઈઝી માટે અરજી કરી શકે છે. 

અન્ય કોણ લઈ શકે છે ફ્રેન્ચાઈઝી
પોસ્ટ ઓફિસના કર્મચારીના પરિવારને પણ ફ્રેન્ચાઈઝી મળી શકે છે. જોકે, તેના માટે એક શરત એવી છે કે, કર્મચારીના પરિવારને તેના જ ડિવિઝનમાં ફ્રેન્ચાઈઝી મલશે નહીં, જ્યાં કર્મચારી કામ કરતો હોય. પરિવારના સભ્યોમાં કર્મચારીની પત્ની, બાળકો અને કર્મચારી પર આધારિત લોકો પણ ફ્રેન્ચાઈઝી લઈ શકે છે. 

કેવી રીતે કરશો કમાણી? 
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝીની કમાણી કમીશન પર આધારિત છે. તેના માટે પોસ્ટ ઓફિસની અનેક પ્રોડક્ટ અને સર્વિસ પર કમિશન આપવામાં આવે છે. MoUમાં કમિશનનો દર નક્કી કરવામાં આવે છે. 

  • રજિસ્ટર્ડ આર્ટિકલ્સના બૂકિંગ પર રૂ.3.
  • સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સના બૂકિંગ પર રૂ.5
  • રૂ.100થી રૂ.200ના મની ઓર્ડરના બૂકિંગ પર રૂ.3.50
  • રૂ.200થી વધુ રકમના મની ઓર્ડર પર રૂ.5 
  • દરેક મહિને રજિસ્ટર્ડ અને સ્પીડ પોસ્ટના 1000થી વધુના બુકિંગ પર 20 ટકા વધારાનું કમિશન
  • પોસ્ટેજ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મના વેચાણના કુલ રકમના 5%
  • રેવેન્યુ સ્ટેમ્પ, સેટ્રલ રિક્રૂટમેન્ટ ફી સ્ટેમ્પ્સ વગેરેના વેચાણ સહિત રિટેઈલ સર્વિસિસ પર પોસ્ટ ડિપાર્ટમેન્ટને થયેલી કમાણીના 40 ટકા 

ફ્રેન્ચાઈઝી લેવા માટેના ફોર્મ અને તેના સાથે જોડાયેલી અન્ય માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો...
https://www.indiapost.gov.in/vas/dop_pdffiles/franchise.pdf

પોસ્ટ ઓફિસ આ સેવાઓ આપે છે 

  • સ્ટેમ્પ અને સ્ટેશનરી, રજિસ્ટર્ડ આર્ટિકલ્સ, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ, મની ઓર્ડરનું બૂકિંગ
  • રૂ.100થી ઓછી રકમના મની ઓર્ડરનું બૂકિંગ લેવાશે નહીં 
  • બિલ/ટેક્સ/દંડની રકમનું કલેક્શન અને પેમેન્ટ જેવી રિટેઈલ સર્વિસ
  • ઈ-ગવર્નન્સ અને સિટીઝન સેન્ટ્રિક સર્વિસ
  • ભવિષ્યમાં ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવનારી નવી સેવાઓ 

ભારતના વધુ સમાચારો જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news