ખતરનાક રીતે ગગડ્યો ગુજરાતમાં ઠંડીનો પારો, ડીસામાં સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

 સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આકરી ઠંડી જોવા મળી રહી છે. રાજ્યમાં વધુ એક દિવસ ઠંડોગાર લાગી રહ્યો છે. શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે તાપમાન હજી ગગડે તેવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી બે દિવસ કોલ્ડવેવની શક્યતા છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું કહેવું છે. 

ખતરનાક રીતે ગગડ્યો ગુજરાતમાં ઠંડીનો પારો, ડીસામાં સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ગુજરાત : સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આકરી ઠંડી જોવા મળી રહી છે. રાજ્યમાં વધુ એક દિવસ ઠંડોગાર લાગી રહ્યો છે. શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે તાપમાન હજી ગગડે તેવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી બે દિવસ કોલ્ડવેવની શક્યતા છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું કહેવું છે. 

  • નલીયા 5.8
  • સુરેન્દ્રનગર 8.5
  • કંડલા એરપોર્ટ 7.8
  • ગાંધીનગર 6.4
  • ડીસા 6.6
  • અમદાવાદ 8.1
  • ન્યુ કંડલા 9.5

રાજ્યમાં વધુ એક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. .ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તો હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી છે. ડીસામાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે. એક જ દિવસમાં ડીસામાં ઠંડીનો પારો 5.1 ડિગ્રી ગગડ્યો છે. તો નલિયામાં 6.4 અને અમદાવાદમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

  • સિમલામાં ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષાને કારણે સમગ્ર સિમલા થરથરી રહ્યું છે. સમગ્ર સિમલામાં બરફની ચાદર પથરાઇ ગઇ છે. સિમલામાં ઠંડીનો પારો માઇનસ 4 ડિગ્રીએ પહોંચી ગયો છે. હિમવર્ષાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે.
  • તરફ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં બરફની સફેદ ચાદર છવાઇ ગઇ છે. હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
  • સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત્ જોવા મળ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. હિમવર્ષાને કારણે અનેક રસ્તા બંધ થઇ ગયાં છે. ડોડામાં ભારે હિમવર્ષા થઇ હતી. ડોડામાં સતત હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં સફેદ ચાદર પથરાઇ ગઇ છે.
  • દિલ્હી એનસીઆરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પલટાના કારણે સમગ્ર દિલ્હી એનસીઆરમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. દિલ્હી નોયડામાં વરસાદ સાથે બરફ પણ પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news