World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા
Entry without tickets in Heritage Place: આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ભારત સરકારે વિશ્વ ધરોહર દિવસના અવસરે મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
Entry without tickets in Heritage Place: આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ભારત સરકારે વિશ્વ ધરોહર દિવસના અવસરે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય મહત્વના પ્રાચીન ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળો પર જવા માટે કેટલાક ખાસ દિવસે ટિકિટ લેવાની જરૂર નહીં રહે.
21 ખાસ અવસરે નહીં લેવી પડે ટિકિટ
કેન્દ્ર સરકારે નાગરિકો માટે ખાસ કરીને યુવાઓને ભારતીય ઐતિહાસિક ધરોહરો સાથે સાંકળવા હેતુસર આ નિર્ણય લીધો છે. હવે દશેરા, હોળી, મહિલા દિવસ, સહિત 21 ખાસ દિવસે ટિકિટ લેવી પડશે નહીં. 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોએ જવા માટે 21 અવસરે ટિકિટ ન લેવાનો આદેશ બહાર પાડ્યો છે. જેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને મોકલી દેવાઈ છે.
On the occasion of ‘World Heritage Day’ there will be ‘Free Entry’ at all the @ASIGoI protected Sites & Monuments across India. pic.twitter.com/thuILb04nu
— Office of G. Kishan Reddy (@KishanReddyOfc) April 17, 2022
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યાં મુજબ આ 21 દિવસે કોઈ પણ પ્રકારની ટિકિટ આ ઐતિહાસિક સ્મારકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આધિન સ્થળો પર લેવાની રહેશે નહીં.
આ દિવસોએ મળશે ટિકિટ વગર એન્ટ્રી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વર્લ્ડ હેરિટેજ ડે, વર્લ્ડ હેરિટેજ વીક સેલિબ્રેશન, હોળી, દશેરા, ગણેશ ઉત્સવ, શિવજયંતી, મકર સંક્રાંતિમેળો, સાંચી ઉત્સવ, અક્ષય નવમી કે ઉદયગિરિ પરિક્રમા ફેસ્ટિવલ, રાજરાણી મ્યૂઝિક ફેસ્ટિવલ, સાંબ દશમી મેળો, માઘ સપ્તમી મેળો, મહાશિવરાત્રિ (ઝાંસી, બાંદા), કાર્તિક પૂર્ણિમા મેળા, આગ્રાનો શાહજહા ઉર્સ ઉત્સવ, કૈલાશ મેળો, આગ્રા, મુક્તેશ્વર ડાન્સ ફેસ્ટિવલ ભુવનેશ્વર વગેરે સામેલ છે.
Lakhimpur Kheri Violence: સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ કર્યા, અઠવાડિયામાં સરન્ડર કરવું પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે