કારની ખરીદી હવે ફૂડ ઓર્ડર કરવા જેટલી બનશે સરળ! આ દિગ્ગજ કંપની કરવા જઈ રહી છે મોટો ધમાકો
Tata ગ્રુપ તમારા કાર ખરીદવાના એક્સપીરિયન્સને હેન્ડી બનાવશે. કાર ખરીદીની પ્રક્રિયા કંપની એટલી સરળ બનાવવા માગે છે કે, કાર ખરીદવુ મોબાઈલમાંથી ઓનલાઈન ફુડ મંગાવવા જેટલુ સરળ બનશે.
સુપર એપ જેવુ છે Tata Neu
Tata Neu પર મળશે કાર
Tata Neu પર મળશે ટાટાની બધી જ બ્રાન્ડ
Trending Photos
નવી દિલ્લીઃ Tata ગ્રુપ તમારા કાર ખરીદવાના એક્સપીરિયન્સને હેન્ડી બનાવશે. કાર ખરીદીની પ્રક્રિયા કંપની એટલી સરળ બનાવવા માગે છે કે, કાર ખરીદવુ મોબાઈલમાંથી ઓનલાઈન ફુડ મંગાવવા જેટલુ સરળ બનશે.
જો તમારે નવી કાર ખરીદવી હોય તો, કેટલી ઝંઝટમાંથી પસાર થવુ પડે છે. પહેલા તો કારને કમ્પેર કરો, પછી એક શો રૂમમાંથી બીજા અને બીજા પરથી ત્રીજા શોરૂમના ચક્કર કાપવા પડે છે. ઓફિસના બિઝી શિડ્યૂલ વચ્ચે આ કામના કારણે તમારા બેથી ત્રણ વીકેન્ડ ખરાબ થઈ જાય છે. પરંતુ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કારણકે Tata Groupએ આ માટેની તૈયારી કરી લીધી છે. હવે કારની ખરીદી મોબાઈલ ફોનથી ઓનલાઈન ફૂડ મંગાવવા જેટલી સરળ બની જશે. Tata Neu પર મળશે કાર-
હાલમાં જ ટાટા ગ્રુપે એક સુપર એપ Tata Neu લોન્ચ કરી છે. હવે કંપની આ એપ પર પોતાના પેસેન્જર વ્હીકલ્સ સેલ કરવાની વિચારણા કરી રહી છે. Tata Motorsએ આ માટેની પૂરતી તૈયારી પણ કરી લીધી છે અને પેસેન્જર વ્હીકલના પોર્ટફોલિયોને ટાટાની આ નવી એપ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવી રહી છે.
Tata Neuની માલિક કંપની Tata Digitalના એક CEOએ જાણકારી આપી કે ટાટા મોટર્સને કંપનીની અન્ય બ્રાંડની જેમ Neu પ્લેટફોર્મ પર લાવવાનું કામ ચાલી રહ્યુ છે. આવતા કેટલાક મહિનાઓમાં Tanishq, Titan, Air India અને Taj Hotelsની જેમ Tata Neuને એપ સાથે જોડી દેવામાં આવશે. સુપર એપ છે Tata Neu-
ટાટા ગ્રુપે 7 એપ્રિલે પોતાની સુપર એપ Tata Neu લોન્ચ કરી. આને લઈને માર્કેટમાં સારો Buzz ઉભો થયો છે. આ એપની ખાસ વાત એ છે કે, તમારી રોજિંદી જરૂરિયાતો આ એપ પર પૂરી થઈ જશે. ટાટા ગ્રુપ અ લગ-અલગ સેગમેન્ટમાં કામ કરતી કંપની છે અને આ જ એપ પર તમે ગ્રોસરીથી લઈને એર ટ્રાવેલ ટિકિટ પણ બુક કરી શકો છો.
આ પ્લેટફોર્મ પર Big Basket, Tata Cliq, Croma, Westside, Tata 1mg, AirAsia India અને Vistara વગેરે જેવી સર્વિસ ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે