રાહ જોઈ રહી કે ક્યારે સરકાર રૂપિયા ચૂકવે, આવ્યા તો પતિને છોડી પ્રેમીઓ સાથે ફૂર્રરર... થઈ
ઉત્તરપ્રદેશમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પ્રધાનંમત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો ખાતામાં જમા થયો તો ચાર મહિલાઓ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ છે. હવે તેના પતિઓએ અધિકારીઓને અરજી કરી છે કે પત્નીના ખાતામાં બીજો હપ્તો જમા કરવામાં આવે નહીં.
Trending Photos
લખનઉઃ મહિલાઓ અને યુવતીઓના પ્રેમ-પ્રસંગે ક્યારેક પરિવારજનોને મુશ્કેલીમાં મુક્યા છે તો ક્યારેક પતિઓને. આવો મામલો યુપીના બારાબંકીથી સામે આવ્યો છે, જ્યાં એક નહીં, બે નહીં પરંતુ ચાર-ચાર મહિલાઓના પ્રેમે પતિઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. હકીકતમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મહિલા લાભાર્થીઓના ખાતામાં પહોંચ્યો તો ચાર મહિલાઓ પૈસા લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. હપ્તો આવ્યા બાદ નિર્માણ કાર્ય શરૂ ન કરવા પર વિભાગે નોટિસ ફટકારી તો તેના પતિઓએ આ વાતનો ખુલાસો કર્યો છે. સાથે જ બે મહિલા લાભાર્થીઓના પતિઓએ વિભાગને આવેદનપત્ર આપી હપ્તા રોકવા માંગ કરી હતી. તે કહે છે કે સાહેબ હવે હપ્તો ન મોકલો, મારી પત્ની પહેલા હપ્તાના પૈસા લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.
પતિની ફરિયાદ પર આવાસના હપ્તા બંધ કરાયા નગર પંચાયત ફતેહપુરની બે મહિલાઓ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના લાભાર્થી છે. તેને પહેલો હપ્તો મળવાનો હતો. આ બંને મહિલા લાભાર્થીઓ એક મહિના પહેલા તેમના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેમના પતિઓએ પો.સ્ટે. દુડા કચેરીમાં વિનંતી કરી ઘરના હપ્તા ન મોકલવા માંગણી કરી છે. અરજી મળ્યા બાદ વિભાગે તપાસ હાથ ધરી અને ફરિયાદ સાચી હોવાનું જણાયું. બંને લાભાર્થીઓના પૈસા રોકી દેવામાં આવ્યા છે.
આવાસ યોજનાના પૈસા લઈને ચાર મહિલા લાભાર્થી પ્રેમી સાથે થઈ ફરાર
શહેરી ક્ષેત્રના આવાસ વિહોણા લોકો માટે પાક્કુ મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના છે. આ યોજનામાં મહિલાઓ પણ લાભાર્થી છે. નગર પંચાયત બેલહરા, બંકી, જૈદપુર તથા સિદ્ધૌરની ચાર મહિલા લાભાર્થીઓના ખાતામાં આવાસનો હપ્તો મોકલવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓનું આવાસ નિર્માણ કાર્ય શરૂ ન થવા પર પીઓ ડૂડા સૌરભ ત્રિપાઠીએ નોટિસ મોકલી તત્કાલ નિર્માણ કાર્ય શરૂ કરાવવાનો આદેશ આપ્યો હતો. નોટિસ બાદ પણ નિર્માણ કાર્ય શરૂ થયું નહીં. બીજીવાર રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી તો ચારેય મહિલાઓના પતિ કાર્યાલય પહોંચ્યા અને જણાવ્યું કે મારી પત્ની પહેલા હપ્તાના 50 હજાર રૂપિયા લઈ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. બીજો હપ્તો રોકી દેવામાં આવે. આ લાભાર્થીઓ પાસે કઈ રીતે રિકવરી કરવામાં આવે તેને લઈને અધિકારી પરેશાન છે.
40 લાભાર્થીઓ પાસે થશે 20 લાખની રિકવરી
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ અત્યાર સુધી 4063 લાભાર્થીઓના ખાતામાં આવાસ નિર્માણનો પહેલો હપ્તો મોકલવામાં આવ્યો છે. તેમાંથી 40 લાભાર્થી એવા છે જેણે પૈસા ખાતામાંથી ઉપાડી લીધા પરંતુ નિર્માણ કાર્ય શરૂ કર્યું નથી. આ લાભાર્થીઓને બે-બે વખત નોટિસ ફટકાર્યા બાદ કાર્ય શરૂ ન કરતા વિભાગ તેના પર કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. બધા લાભાર્થીઓ પાસેથી 20 લાખ રૂપિયાની રિકવરી થવાની છે. પીઓ ડૂડાએ જણાવ્યું કે બધા પાસેથી રિકવરી કરી તેને બ્લેક લિસ્ટેડ કરવામાં આવશે. તે બીજીવાર અરજી કરી શકશે નહીં.
પીઓ ડૂડા સૌરભ ત્રિપાઠીનું કહેવું છે કે ચાર મહિલા લાભાર્થી આવાસનો હપ્તો મળવા પર પતિઓને છોડી બીજા સાથે ભાગી ગઈ છે. નોટિસ જારી થવા પર તેના પતિઓએ આ જાણકારી આપી છે. ફતેહપુરથી બે આવેદનપત્ર મળ્યા કે તેની પત્નીઓ બીજા સાથે ચાલી ગઈ છે. તેથી તેના હપ્તા રોકવામાં આવ્યા છે. બધા પાસે રિકવરીના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે