અલ્પસંખ્યકો માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે ભારત, પાકિસ્તાનના મોં પર તમાચા સમાન છે આ રિપોર્ટ

વૈશ્વિક અલ્પસંખ્યકો પર સેન્ટર ફોર પોલિસી એનાલિસીસના એક રિપોર્ટમાં ધાર્મિક અલ્પસંખ્યકો પ્રત્યે સમાવેશી ઉપાયો માટે ભારતને 110 દેશોમાં નંબર એકના રૂપમાં સ્થાન આપ્યું છે. સેન્ટર ફોર પોલિસી એનાલિસીસ એક રિસર્ચ સેન્ટર છે.

અલ્પસંખ્યકો માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે ભારત, પાકિસ્તાનના મોં પર તમાચા સમાન છે આ રિપોર્ટ

CPA meeting: પાકિસ્તાન સતત રટણ કરતું રહે છે કે ભારતમાં અલ્પસંખ્યક પર હુમલા થઈ રહી છે. કાશ્મીરને લઈને પાયાવિહોણા દાવા કરે છે. અનેક  ઈસ્લામિક દેશોને સાથે લઈને ચાલવાનો દાવો કરનારા પાકિસ્તાનને સીપીએ એટલે કે સેન્ટર ફોર પોલિસી એનાલિસીસ જરૂર વાંચવો જોઈએ. ધ ઓસ્ટ્રેલિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં 110 દેશોમાં ભારત નંબર 1 દેશ છે જે લઘુમતીઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે. 

વૈશ્વિક અલ્પસંખ્યકો પર સેન્ટર ફોર પોલિસી એનાલિસીસના એક રિપોર્ટમાં ધાર્મિક અલ્પસંખ્યકો પ્રત્યે સમાવેશી ઉપાયો માટે ભારતને 110 દેશોમાં નંબર એકના રૂપમાં સ્થાન આપ્યું છે. સેન્ટર ફોર પોલિસી એનાલિસીસ એક રિસર્ચ સેન્ટર છે. જેનું હેડક્વાર્ટર ભારતના પટનામાં છે. 110 દેશોમાં ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સૌથી સારી સ્થિતિ છે. તેના પછી દક્ષિણ કોરિયા, જાપાન, પનામા અને અમેરિકાનું સ્થાન છે.

અફઘાનિસ્તાન, સોમાલિયા યાદીમાં સૌથી નીચે:
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માલદીવ, અફઘાનિસ્તાન અને સોમાલિયા યાદીમાં સૌથી નીચે છે. યૂકે અને યૂએઈ 54મા અને 61મા નંબરે છે. સીપીએ રિપોર્ટ પ્રમઆણે ભારતની અલ્પસંખ્યક નીતિ વિવિધતા પર ભાર મૂકે છે. ભારતના બંધારણમાં સંસ્કૃતિ અને શિક્ષામાં ધાર્મિક અલ્પસંખ્યકોની ઉન્નતિ માટે વિશેષ જોગવાઈ છે. રિપોર્ટ પ્રમાણે કોઈ  અન્ય બંધારણમાં ભાષાના કે ધાર્મિક અલ્પસંખ્યકોને સમર્થન આપવા માટે કોઈ જોગવાઈ નથી. 

કોઈપણ ધાર્મિક સંપ્રદાય પર કોઈ પ્રતિબંધ નહીં:
રિપોર્ટ એ વાત પર પ્રકાશ પાડે છે કે કેવી રીતે, અનેક દેશોની વિપરીત ભારતમાં કોઈપણ ધાર્મિક સંપ્રદાય પર કોઈ પ્રતિબંધ નથી. મોડલની સમાવેશિતા અને અનેક ધર્મો, તેના સંપ્રદાયો સામે ભેદભાવના કારણે સંયુક્ત રાષ્ટ્ર ભારતની અલ્પસંખ્યક નીતિને અન્ય દેશો માટે એક મોડલ તરીકે ઉપયોગ કરી શકે છે. 

ભારતના સૌથી શ્રેષ્ઠ પોલિસી:
રિપોર્ટમાં ભારતની અલ્પસંખ્યક નીતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેની સમય-સમય પર સમીક્ષા અને પછી તપાસ કરવી જોઈએ. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો ભારત દેશને સંઘર્ષથી મુક્ત રાખવા ઈચ્છે છે તો તેણે અલ્પસંખ્યકો પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણને તર્કસંગત બનાવવો પડશે. સીપીએ દ્વારા બનાવવામાં આવેલ વૈશ્વિક અલ્પસંખ્યક રિપોર્ટનો ઉદ્દેશ્ય પણ વિશ્વ સમુદાયને વિવિધ દેશોમાં તેમની આસ્થાના આધાર પર અલ્પસંખ્યકો સામે ભેદભાવ પર શિક્ષત કરવાનો છે. આ રિસર્ચ તે મુદ્દા પર પણ વિચાર કરે છે જેનાથી વિવિધ ધાર્મિક સમૂહ અને સંપ્રદાય આંતરાષ્ટ્રીય સ્તરે પર ઉકેલ લાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news