West Bengal Election: Amit Shah એ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- ગુંડાગીરીના કારણે અટક્યો બંગાળનો વિકાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ભાજપની રેલીમાં સામેલ થઈ શક્યા નહીં અને તેમણે રેલીને વર્ચ્યુઅલી સંબોધી. હેલિકોપ્ટરમાં આવેલી ટેક્નિકલ ખામી આ નિર્ણય લેવામાં આવ્યો. રેલીને સંબોધતા અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસા, ધ્રુવીકરણના કારણે રાજ્યમાં વિકાસ  બરબાદ થઈ રહ્યો છે. 

West Bengal Election: Amit Shah એ  મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- ગુંડાગીરીના કારણે અટક્યો બંગાળનો વિકાસ

કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ભાજપની રેલીમાં સામેલ થઈ શક્યા નહીં અને તેમણે રેલીને વર્ચ્યુઅલી સંબોધી. હેલિકોપ્ટરમાં આવેલી ટેક્નિકલ ખામી આ નિર્ણય લેવામાં આવ્યો. રેલીને સંબોધતા અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસા, ધ્રુવીકરણના કારણે રાજ્યમાં વિકાસ  બરબાદ થઈ રહ્યો છે. 

10 વર્ષમાં ટીએમસીએ બંગાળને બરબાદ કર્યું
રેલીને સંબોધતા અમિત શાહે (Amit Shah) કહ્યું કે આજે હું ઝારગ્રામમાં પ્રચાર કરવા માટે આવવાનો હતો. દુર્ભાગ્યથી મારું હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયું અને હું તમારા લોકોના દર્શન કરવા માટે ઉપસ્થિત થઈ શક્યો નહીં. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ટીએમસી સરકારે બંગાળને નવા મુકામ પર પહોંચાડ્યું છે. ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસા, ધ્રુવીકરણ, હિન્દુઓ અને એસસી/એસટીએ પોતાના તહેવારો મનાવવા માટે કોર્ટમાં જવું પડ્યું. એવી સ્થિતિ રાજ્યમાં લાવ્યા છે, જેનાથી રાજ્યમાં વિકાસ બરબાદ થઈ રહ્યો છે. 

બંગાળ ગુંડારાજમાં સપડાયું-અમિત શાહ
અમિત શાહે કહ્યું કે એક સમયે બંગાળ ભારતનું લીડર હતું. તે શિક્ષણ, સ્વતંત્રતા સેનાનીઓ, ધાર્મિક નેતૃત્વ અને અનેકનું કેન્દ્ર હતું. એ જ બંગાળ આજે ગુંડારાજમાં સપડાયું છે. તેમણે વધુમાં કહ્યું કે હું આજે આ રેલીમાં ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈઓને કહેવા માંગુ છું કે આજે એક સંકલ્પ કરીને જાઓ કે આપણા વિકાસમાં જે સરકાર આડે આવી રહી છે તેને હટાવીને જ દમ લઈશું. 

કેન્દ્રની યોજના બંગાળની જનતા સુધી પહોંચી રહી નથી
રેલીમાં અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સરકાર બન્યા બાદ આદિવાસી વિદ્યાર્થીઓની તકોમાં સુધાર લાવવા માટે અમે પંડિત રઘુના મુર્મુ ટ્રાઈબલ યુનિવર્સિટી બનાવીશું. આદિવાસીઓના ઉત્થાન માટે સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે મોદી સરકારે 10 વર્ષના દીદીના શાસનમાં 115થી વધુ યોજનાઓ પહોંચાડી. આ યોજનાઓ તમારા સુધી પહોંચી રહી નથી. તેનો સૌથી મોટો રોડો તૃણમૂલની સરકાર છે. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news