OMG.. 3 બાળકોની માતા 8મા ધોરણમાં ભણતા છોકરા સાથે ભાગી ગઈ, અત્યંત ચોંકાવનારો કિસ્સો 

પ્રેમ ક્યારેય ઉંમરના બંધનને માનતો નથી. આ કિસ્સો પણ એવો જ કઈક છે. 3 બાળકોની માતા પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે 8મા ધોરણમા ભણતા છોકરા સાથે ભાગી ગઈ. 

OMG.. 3 બાળકોની માતા 8મા ધોરણમાં ભણતા છોકરા સાથે ભાગી ગઈ, અત્યંત ચોંકાવનારો કિસ્સો 

ગોરખપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોરખપુર (Gorakhpur) માં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં 3 બાળકોની માતા 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે કથિત રીતે ભાગી ગઈ છે. છોકરાના પરિવારજનોએ ગોરખપુરના કેમ્પિયરગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. 

3 બાળકોની માતા સાથે ભાગ્યો 8મા ધોરણનો વિદ્યાર્થી
અત્રે જણાવવાનું કે ગોરખપુર પોલીસે સગીર સાથે 3 બાળકોની માતાના ભાગવાના કેસમાં FIR દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. જો કે હજુ સુધી આ બંનેની કોઈ જાણકારી મળી નથી. અત્રે જણાવવાનું કે આરોપી મહિલાની ઉંમર 29 વર્ષ છે અને મહિલાના 3 બાળકો પણ છે. જ્યારે તેની સાથે ભાગી જનારા સગીરની ઉંમર 15 વર્ષ છે. તે 8મા ધોરણમાં  ભણે છે. 

આ રીતે થયો ખુલાસો
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ મહિલા અને સગીર  બુધવારના રોજ મહાશિવરાત્રિના મેળાથી ગાયબ છે. આ મામલે જાણકારી મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો. પહેલા તો તેમના પરિવારજનોએ તેમને શોધવાની ખુબ કોશિશ કરી પરંતુ કોઈ ભાળ મળી નહીં. ત્યારબાદ છોકરાના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો. 

કોઈને પણ કેમ શક ન થયો કે બંને પ્રેમમાં છે
સૂત્રોના જણાવ્યાં મુજબ મહિલા અને છોકરો એક વર્ષથી રિલેશનશીપમાં હતા. પરંતુ બંનેની ઉંમરમાં લગભગ બમણું અંતર હોવાના કારણે કોઈને પણ તેમના પ્રત્યે શક થયો નહીં અને બંનેનો પ્રેમ કોઈ પણ રોકટોક વગર ચાલતો રહ્યો. 

કેમ્પિયરગંજના સર્કલ ઓફિસર રાહુલ ભાટીએ જણાવ્યું કે છોકરાના પરિવારની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 363 અને 365 હેઠળ કેસ દાખલ કરાયો છે. અમે તેની શોધ કરી રહ્યા છીએ. 

આ બાજુ મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે થોડા સમયથી મહિલાનો વ્યવહાર તેના પ્રત્યે બદલાઈ ગયો હતો. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું નહતું કે આવું કઈ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news