દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત

આ તરફ અસમની બાજુમાં આવેલા મણિપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતાં જળબંબાકારની સ્થિતિ છે... પશ્વિમ ઈમ્ફાલમાં તો એવી સ્થિતિ સર્જાઈ છે કે રસ્તા પર હોડીઓ તરવા લાગી છે... એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા માટે અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મહેનત કરી રહી છે...

દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
  • કુદરતનો ક્રૂર મિજાજ, લોકો પરેશાન
  • અસમ, મણિપુરમાં સૌથી ખરાબ હાલત
  • પહાડો અને મેદાની પ્રદેશમાં જળપ્રલય
  • જુલાઈમાં ભારે વરસાદની કરાઈ છે આગાહી
  • અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ

Monsoon Update: 28 જિલ્લા, પાણીથી ઘેરાયેલી 11 લાખની વસ્તી, ખેતરો અને ઘર બધું પાણીમાં છે.. આ સ્થિતિ અસમની છે... જળ પ્રલયના કારણે અસમના હાલ બેહાલ છે... તો અન્ય કેટલાંક રાજ્યોમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે... કયા રાજ્યોમાં કેવી છે સ્થિતિ?... કુદરતના ક્રૂર મિજાજ સામે લોકો શું કહી રહ્યા છે? વિગતવાર મેળવો સ્થિતિનો ચિતાર આ રિપોર્ટમાં...

અસમ ફરી પાણીમાં ડૂબી ગયું છે... તેની સાક્ષી દ્રશ્યો આવ્યા સામે
મણિપુર રાજ્યમાં પણ જળબંબાકારની સ્થિતિ છે... દર્દનાક દસ્તાન
નદીઓ પણ બેકાંઠે વહી રહી છે... તેની સાક્ષી છે હાલની સ્થિતિ

આ તમામ દ્રશ્યો દર્શાવે છે કે દેશમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર ઈનિંગ્સ રમવાનું શરૂ કર્યું છે... જોકે મેઘરાજાએ પોતાનો ક્રૂર મિજાજ પૂર્વોત્તરના રાજ્યોમાં બતાવ્યો છે... જેમાં અસમ રાજ્યમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે... કેમ કે...

અહીંયાના 28 જિલ્લાના 2500 ગામ જળમગ્ન છે...
જેના કારણે 11.34 લાખ લોકો પ્રભાવિત થયા છે...
સિઝનમાં અત્યાર સુધી 48 લોકોના મોત થયા છે...
જ્યારે 3057 લોકો અને 419 પશુઓને બચાવવામાં આવ્યા છે...

આ દ્રશ્યો અસમ રાજ્યના નગાંવ શહેરના છે... દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મપુત્રા નદીનો પ્રકોપ આખું અસમ સહન કરી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે... ઘરની અંદર પાણી, ઘરની બહાર પાણી...જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ તરફ અસમની બાજુમાં આવેલા મણિપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતાં જળબંબાકારની સ્થિતિ છે. પશ્વિમ ઈમ્ફાલમાં તો એવી સ્થિતિ સર્જાઈ છે કે રસ્તા પર હોડીઓ તરવા લાગી છે. એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા માટે અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મહેનત કરી રહી છે.

ઉપરવાસમાં વરસાદના કારણે અયોધ્યામાં સરયૂ નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે... જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે... હાલ નદી બેકાંઠે વહી રહી છે.. અને ઉપરવાસમાં વરસાદથી હજુપણ પાણી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ચારેબાજુ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આહલાદક વાતાવરણનો આનંદ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા...તો પ્રવાસીઓ પણ ખુશનુમા માહોલ જોઈને ખુશખુશાલ છે.

પહાડો પર વરસાદ વરસી રહ્યો છે.. તો આ તરફ રાજસ્થાનના જયપુરમાં પણ મેઘસવારી આવી પહોંચી છે... જેના કારણે જયપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં રોડ  પર પાણી ભરાઈ ગયા છે.. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જુલાઈ મહિનામાં હવામાન વિભાગે 106 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે... એટલે દેશના તમામ રાજ્યોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તે નક્કી છે... જેનાથી ક્યાંક લોકોને મુશ્કેલી તો ક્યાંક રાહત જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news