રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેનો ચોથી વખત થયો વિજય

ભાજપનાં દિગ્ગજ નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પરાજીત કરીને વસુંધરા રાજેએ સતત ચોથી વખત વિજય પ્રાપ્ત કર્યો હતો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેનો ચોથી વખત થયો વિજય

જયપુર : રાજસ્થાન વિધાસનભા ચૂંટણીનાં પરિણામ માટે મતગણતરીની પ્રક્રિયા આજે (મંગળવાર)ને સવારે 8 વાગ્યાથી ચાલુ થઇ ચુકી છે. જો કે વલણ અનુસાર પ્રદેશમાં કોંગ્રેસ જીતની નજીક ચાલી રહી છે. આ તરફ ભાજપ ઝાલરપાટન વિધાનસભાથી વસુંધરા રાજેએ જીત પ્રાપ્ત કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલરપાટન વિધાનસભામાં વસુંધરા રાજેની વિરુદ્ધ કોંગ્રેસનાં માનવેન્દ્ર સિંહને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રાજે આ સીટથી ચોથી વખત ચૂંટણી લડી રહ્યા હતા. અહીંથી પહેલી ત્રણ વખત પણ તેઓ ચૂંટણી જીતી ચુક્યા છે. બીજી તરફ હાલમાં જ ભાજપને ચોડીને કોંગ્રેસમાં આવેલા માનવેન્દ્ર સિંહની વાત કરીએ તો ભાજપનાં કદ્દાવર નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્રએ જ્યારે ભાજપ છોડ્યું અને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા તેમને વસુંધરા રાજેની સામે ઝાલરપટ સીટ પર ધરી દેવામાં આવ્યા હતા. બંન્ને નેતાઓ બાહુબલી હોવાથી સામસામે આવી જતા સમગ્ર રાજસ્થાનમાં આ સીટ ઘણી મહત્વપુર્ણ બની હતી. 

ગત્ત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો વસુંધરા રાજેએ વિધાનસભા 2003ની ચૂંટણીમાં ઝાલરાપાટન વિધાનસભા સીટથી કોંગ્રેસનાં રમા પાયલોટને 27000 મતોતી પરાજીત કર્યા હતા. બીજી તરફ 2008 ચૂંટણીમાં કોંગ્રેસના મોહનલાલ રાઠોડે વસુંધરા રાજેનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તો 2013માં વસુંધરા રાજેએ 60 હજાર મતથી કોંગ્રેસનાં મિનાક્ષી ચંદ્રાવતને પરાજીત કરીને પોતાની જીત જાળવી રાખી હતી. 

મતગણતરીમાં 2274 ઉમેદવારોનું ભવિષ્ય આજે નિશ્ચિત થશે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનમાં 72.70 ટકા મતદાન થયું હતું. બસપાનાં ઉમેદવાર લક્ષમણ સિંહનાં નિધનનાં કારણે અલવર જિલ્લાનાં રામગઢ ચૂંટણી વિસ્તારમાં મતદાન અટકાવી દેવાયું હતું. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. લગભગ 4.74 કરોડ લોકો 2274 ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય થયો. આ 2274 ઉમેદવારોમાં 189 મહિલાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news