અંતરીક્ષમાં વૈજ્ઞાનિકોની 6 કલાક સુધી સ્કાયવોક, અંતરિક્ષયાનમાં આવી હતી ખરાબી
અગાઉ ઓગસ્ટના અંતમાં અંતરિક્ષ સ્ટેશન પર પ્રેશર લીકનો અહેસાસ થયા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે, સમસ્યા સોયુઝમાં છે. લીકેજનું સ્થાન શોધ્યાના કેટલાક કલાકમાં જ છીદ્રને બંધ કરી દેવાયું હતું
Trending Photos
વોશિંગટનઃ ઈન્ટરનેશનલ અંતરિક્ષ સ્ટેશન સાથે સંકળાયેલા સોયુઝ એમએસ-09 અંતરિક્ષયાન (ISS Docked Soyuz)માં સતત ખરાબી જોવા મળી રહી છે. હવે થોડા સમય બાદ યાનના બહારના કવચમાં છીદ્ર પડ્યું છે. રશિયાના બે અંતરિક્ષયાત્રી સોયુઝના બહારના કવચના છિદ્રને શોધવા માટે 6 કલાક સ્કાયવોક કરશે.
નાસાએ જણાવ્યું કે, રશિયાના અંતરિક્ષ એજન્સીના ઓલેગ કોનોશેંકો અને સર્ગેઈ પ્રોકોપ્યેવ મંગળવારે સવારે 11 કલાકે (ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમય) મુજબ પોતાની સ્કાયવોક શરૂ કરી છે. કોનોશેંકોની કારકિર્દીની આ ચોથી જ્યારે પ્રોકોપ્યેવની આ બીજી સ્કાયવોક છે.
આ અગાઉ ઓગસ્ટ મહિનાના અંતમાં પણ અંતરિક્ષ સ્ટેશનમાં પ્રેશર લીકનો અનુભવ થયો હતો. ત્યાર બાદ શોધ કરતાં જાણવા મળ્યું કે સમસ્યા સોયુઝમાં છે. લીકેજનું સ્થાન શોધી કાઢ્યા બાદ કેટલાક અંદર એક્સપેન્ડિશન 56ના ક્રૂએ આ છીદ્રને સીલ મારી દીધું હતું. એ સમયથી જ સ્ટેશન પર એક સ્થિર દબાણ પેદા થયેલું છે.
હવે અંતરિક્ષ યાત્રીઓ કવચ પર રહેલા સૂક્ષ્મ કણોના નમૂના લેશે અને તેના પર એક નવો બ્લેન્કેટ લગાવતાં પહેલાં તેની ડિજિટલ તસવીરો પણ પાડશે. જેથી, તેનો અભ્યાસ કરીને ભવિષ્યની સંભાવનાઓનું સમાધાન શોધી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે