રાયબરેલી: ઉમેદવારી નોંધાવીને સોનિયા ગાંધી બોલ્યા- 'કોઈ અજેય નથી, 2004માં વાજપેયીજી પણ હાર્યા હતાં'

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠકથી પાંચમીવાર ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યાં બાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદી અજેય નથી.'

રાયબરેલી: ઉમેદવારી નોંધાવીને સોનિયા ગાંધી બોલ્યા- 'કોઈ અજેય નથી, 2004માં વાજપેયીજી પણ હાર્યા હતાં'

રાયબરેલી: યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠકથી પાંચમીવાર ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યાં બાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે ' એવું નથી કે પીએમ નરેન્દ્ર મોદી  અજેય છે. 2004ના પરિણામને ભૂલતા નહીં. તેમણે કહ્યું કે વાજપેયી પણ અજેય હતાં પરંતુ અમે જીત્યાં હતાં.' અત્રે જણાવવાનું કે વર્ષ 2004માં રાજકીય વિશેષજ્ઞોના દાવાને ફગાવતા કોંગ્રેસે વાજપેયી સરકારને સત્તાથી દૂર કરી  હતી. 

— ANI UP (@ANINewsUP) April 11, 2019

સોનિયા ગાંધી રાયબરેલી બેઠકથી ચાર વાર સાંસદ રહી ચૂક્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીએ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું. તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત રોબર્ટ વાડ્રા, રેહાન અને મિરાયા વાડ્રા પણ હાજર રહ્યાં હતાં. રાયબરેલી બેઠક ગાંધી પરિવારનો મજબુત ગઢ ગણાય છે અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની કર્મભૂમિ ગણાય છે. 

રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીનું 'શક્તિ પ્રદર્શન', જનસેલાબ ઉમટ્યો

કેટલાક લોકોને ઘમંડ થઈ ગયું છે કે તેઓ ક્યારેય ચૂંટણી હારશે નહી: રાહુલ ગાંધી
સોનિયા ગાંધી ઉમેદવારી નોંધાવે તે અગાઉ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરી જેમાં કહ્યું કે કેટલાક લોકોને ઘમંડ થઈ ગયું છે કે તેઓ ક્યારેય હારશે નહીં. હું પીએમ મોદીને ખુલ્લેઆમ ચર્ચાનો પડકાર ફેંકું છું. તેમણે કહ્યું કે રાફેલ મામલે પીએમ મોદી ફસાઈ ગયા છે. આ બાજુ સોનિયા ગાંધીએ કહ્યું કે 'રાયબરેલીમાં અમે જ ચૂંટણી જીતીશું.'

— ANI UP (@ANINewsUP) April 11, 2019

ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીએ ગાંધી પરિવારના ગુરુજી ગયાપ્રસાદ શુક્લના આવાસ પર લાભ મૂહૂર્તમાં હવન પણ કર્યો. અત્રે જણાવવાનું કે 1967થી આ પરંપરા ચાલી આવે છે. ત્યારે ઈન્દિરા ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા અગાઉ ગુરુ ગયાપ્રસાદ શુક્લના ત્યાં પૂજા પાઠ કર્યા હતાં. 

રોડ શોમાં સમર્થકોનો જોશ
ખરાબ સ્વાસ્થ્યના કારણે સોનિયા ગાંધીએ ખુલ્લા ટ્રકની જગ્યાએ ગાડીમાં રોડ શો કર્યો. આ દરમિયાન વચ્ચે વચ્ચે કારમાંથી બહાર નીકળીને કાર્યકર્તાઓ સાથે હાથ પણ મિલાવ્યાં. રોડ શો દરમિયાન રસ્તાઓ પર કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભારે ધસારો હતો. લોકોના હાથમાં કોંગ્રેસના ઝંડા, ન્યાય યોજનાના પ્રચારની ટીશર્ટ અને રાફેલ માટે કાળા ઝંડા પણ જોવા મળ્યાં. લગભગ 700 મીટરનો રોડ શો કરતા સોનિયા ગાંધી કલેક્ટ્રેટ પહોંચ્યા અને ઉમેદવારી પત્રક ભર્યું. 

જુઓ LIVE TV

ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સામે મુકાબલો
રાયબરેલી લોકસભા બેઠક માટે મતદાન પાંચમા તબક્કા હેઠળ 6ઠ્ઠી મેના રોજ થશે. સોનિયાનો મુકાબલો દિનેશ પ્રતાપ સિંહ સામે છે. જે કોંગ્રેસ છોડીને હાલમાં જ ભાજપમાં જોડાયા છે. સપા અને બસપાએ રાયબરેલીથી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી. સોનિયા આ બેઠક પર 2004, 2006 (પેટાચૂંટણી), 2009 ને 2014માં વિજયી રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news