રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીનું 'શક્તિ પ્રદર્શન', જનસેલાબ ઉમટ્યો

લોકસભા ચૂંટણી 2019 માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી યુપીની રાયબરેલી સીટથી ઉમેદવારી નોંધાવવાના છે. કાર્યક્રમ મુજબ સોનિયા ગાંધી તેમના પરિવારના લોકો સાથે કલેક્ટ્રેટ સુધી જશે અને ત્યાં ઉમેદવારી પત્રક ભરશે. આ અગાઉ સોનિયા ગાંધીએ પરિવારના લોકો સાથે કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા કરી. કોંગ્રેસ અધ્યક્ષની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોવા મળ્યાં. તેઓ ત્યારબાદ કલેક્ટ્રેટ સુધીના લગભગ 700 મીટરના રસ્તે રોડ શો કરી રહ્યાં છે. 
રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીનું 'શક્તિ પ્રદર્શન', જનસેલાબ ઉમટ્યો

રાયબરેલી: લોકસભા ચૂંટણી 2019 માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી યુપીની રાયબરેલી સીટથી ઉમેદવારી નોંધાવવાના છે. કાર્યક્રમ મુજબ સોનિયા ગાંધી તેમના પરિવારના લોકો સાથે કલેક્ટ્રેટ સુધી જશે અને ત્યાં ઉમેદવારી પત્રક ભરશે. આ અગાઉ સોનિયા ગાંધીએ પરિવારના લોકો સાથે કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા કરી. કોંગ્રેસ અધ્યક્ષની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોવા મળ્યાં. તેઓ ત્યારબાદ કલેક્ટ્રેટ સુધીના લગભગ 700 મીટરના રસ્તે રોડ શો કરી રહ્યાં છે. 

સોનિયા ગાંધીના રોડ શોમાં કોંગ્રેસના સમર્થકોએ રસ્તામાં પોતાના નેતા ઉપર ફૂલોનો વરસાદ કર્યો. સમગ્ર રોડ શો દરમિયાન સોનિયા ગાંધી ગાડીમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન કરી રહ્યાં હતાં. 

કાર્યક્રમ મુજબ...

બપોરે 2 વાગે ઉમેદવારી નોંધાવશે

બપોરે 2.30 વાગે મૌલાના અલી મિયા

બપોરે 3 વાગે ભએમઉમાં કોંગ્રેસ વર્કર્સ સાથે મીટિંગ

સાંજે 4 વાગે દિલ્હી માટે પ્રસ્થાન

જુઓ LIVE TV

રાયબરેલી લોકસભા બેઠક માટે મતદાન પાંચમા તબક્કા હેઠળ 6ઠ્ઠી મેના રોજ થશે. સોનિયાનો મુકાબલો દિનેશ પ્રતાપ સિંહ સામે છે. જે કોંગ્રેસ છોડીને હાલમાં જ ભાજપમાં જોડાયા છે. સપા અને બસપાએ રાયબરેલીથી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી. સોનિયા આ બેઠક પર 2004, 2006 (પેટાચૂંટણી), 2009 ને 2014માં વિજયી રહ્યાં હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news