up election result 2022: પરિણામ પહેલાં પ્રિયંકા ગાંધીનો કાર્યકર્તાઓને સંદેશ, સાવચેત રહો, એક-એક મતની રક્ષા કરો

પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે જનતા દ્વારા એક-એક મતની ગક્ષા કરવાની જવાબદારી તમારી છે. મતદાનના દિવસે સાવચેત રહેવાનું છે અને લોકતંત્રના ગાર્ડના રૂપમાં એક-એક મતની રક્ષા કરવાની છે. 

up election result 2022: પરિણામ પહેલાં પ્રિયંકા ગાંધીનો કાર્યકર્તાઓને સંદેશ, સાવચેત રહો, એક-એક મતની રક્ષા કરો

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પરિણામ પહેલાં બનારસ સહિત અન્ય શહેરોમાં ઈવીએમની સુરક્ષાને લઈને સપાએ હંગામો કર્યો છે. અખિલેશ યાદવે કાર્યકર્તાઓને વિશેષ નજર રાખવાનું કહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને પણ સંદેશ આપ્યો છે. 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લડકી હૂં, લડ શકતી હૂં અને મહિલાઓને 40 ટકા ટિકિટ આપવા જેવા અભિયાનો સાથે મેદાનમાં ઉતરેલા પ્રિયંકા ગાંધીએ પોતાના કાર્યકર્તાઓના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસ મહાસચિવે કાર્યકર્તાઓ, ઉમેદવારો અને પદાધિકારીઓ માટે પોતાનો સંદેશ આપ્યો છે. 

जय हिंद
जय कांग्रेस। pic.twitter.com/5hdYsfqIL5

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 9, 2022

પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે જનતા દ્વારા એક-એક મતની ગક્ષા કરવાની જવાબદારી તમારી છે. મતદાનના દિવસે સાવચેત રહેવાનું છે અને લોકતંત્રના ગાર્ડના રૂપમાં એક-એક મતની રક્ષા કરવાની છે. 

પ્રિયંકાએ લખ્યું કે લોકતંત્રનો આધાર જનતાનો મત હોય છે. ગુરૂવારે જે પણ પરિણામ આવશે તે જનતાના વિવેક અને સમજ અનુસાર હશે. તે સર્વોપરિ છે. આપણે બધાએ આવનારા જનાદેશનો આદર કરતા આપણા દેશ પ્રદેશ પ્રત્યે નિષ્ઠા અને સમર્પણની ભાવનાની સાથે જનસંઘર્ષ જાળવી રાખવાની તૈયારીઓ કરવી પડશે. 

પ્રિયંકા ગાંધી તે પોતાના સંદેશ દ્વારા કાર્યકર્તાઓનું મનોબળ બનાવી રાખવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, આપણી લડાઈ હજુ શરૂ થઈ છે, નવી ઉર્જાની સાથે આગળ વધવાનું છે. પ્રિયંકા ગાંધીએ સંદેશની શરૂઆતમાં લખ્યું કે, યુપીમાં લાંબા સમયથી કોંગ્રેસની સરકાર નથી છતાં જનતા માટે સંઘર્ષ કર્યો અને જનસેવાના ઉદ્દેશ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા, તેના પર મને ગર્વ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news