UP: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, 20 લાખ લોકોને નોકરી, શિક્ષકોની ભરતી... જાણો બીજા શું વાયદા કર્યા

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને રોજગારીના મુદ્દાને ઉઠાવ્યો. કોંગ્રેસે 20 લાખ સરકારી નોકરીઓની ગેરંટી આપી. 

UP: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, 20 લાખ લોકોને નોકરી, શિક્ષકોની ભરતી... જાણો બીજા શું વાયદા કર્યા

નવી દિલ્હી/લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને રોજગારીના મુદ્દાને ઉઠાવ્યો. કોંગ્રેસનું ઘોષણાપત્ર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં બહાર પાડ્યું. 

20 લાખ સરકારી નોકરીઓની ગેરંટી
રોજગારીના મુદ્દાને ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ 20 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું અને કહ્યું કે આ અમારા પોકળ શબ્દો નથી, પરંતુ કોંગ્રેસની આખી રણનીતિ છે. તેમણે કહ્યું કે અમે રોજગારી કેવી રીતે અપાવીશું તે ઘોષણાપત્રમાં લખ્યું છે. રાહુલ ગાંધીએ કહયું કે દેશ અને યુપીની સમસ્યા હિન્દુસ્તાનના દરેક યુવાને ખબર છે. અમે યુપીના યુવાઓ સાથે વાતચીત કરીને તેમના વિચાર સામેલ કર્યા છે. 

કોંગ્રેસના ઘોષણાપત્રની મુખ્ય જાહેરાતો
- 20 લાખ સરકારી નોકરીઓની ગેરંટી
- 8 લાખ મહિલાઓને સરકારી નોકરી
- પરીક્ષા આપવા જતા લોકો માટે બસ અને રેલયાત્રા મફત
- શિક્ષકોના 1.50 લાખ ખાલી પદો ભરવામાં આવશે. 

— ANI (@ANI) January 21, 2022

UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. 

2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-સપા સાથે હતા
2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે સમજૂતિ કરીને 311 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે સહયોગી કોંગ્રેસે 114 બેઠકો પર ભાગ્ય આજમાવ્યું હતું. ચૂંટણીમાં સપાને ફક્ત 47 બેઠકો જ મળી હતી અને તેને 21.82 ટકા મત જ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને તો ફક્ત 7 સીટો ગઈ હતી અને 6.25 ટકા મત મળ્યા હતા. વર્ષ 2017માં ભાજપે 384 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેને 39.67 ટકા મત મળ્યા હતા. ભાજપે 312 બેઠકો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો હતો. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીએ 403 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેને ફક્ત 19 બેઠકો અને 22.23 ટકા મત મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news