UP Election 2022: સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સીટ બદલી, ડેપ્યુટી CM સામે લડશે પલ્લવી પટેલ

UP Assembly Elections 2022: સ્વામી પ્રસાદ મૌર્યની સીટ બદલી દેવામાં આવી છે. હવે સ્વામી પ્રસાદ મૌર્ય કુશીનગરની ફાઝિલનગરથી વિધાનસભા ચૂંટણી લડશે. પહેલા તે પડરૌના વિધાનસભા સીટથી ચૂંટણી લડવાના હતા. 

UP Election 2022: સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સીટ બદલી, ડેપ્યુટી CM સામે લડશે પલ્લવી પટેલ

લખનઉઃ UP Assembly Elections 2022: યોગી સરકારમાં મંત્રી રહેલા અને સમાજવાદી પાર્ટી  (Samajwadi Party) માં જોડાયા બાદ સ્વામી પ્રસાદ મૌર્યાની (Swami Prasad Maurya) સીટ બદલવામાં આવી છે. હવે સ્વામીપ્રસાદ મૌર્યા કુશીનગરની ફાઝિલનગર સીટથી વિધાનસભા ચૂંટણી લડશે. પહેલા તે પડરૌના વિધાનસભા સીટથી લડવાના હતા. સરોજિની નગરથી અભિષેક મિશ્રા અને સિરાથૂથી પલ્લવી પટેલને ટિકિટ આપવામાં આવી છે. 

કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ચૂંટણી લડશે પલ્લવી પટેલ
સ્વામી પ્રસાદ મૌર્યા હાલમાં ભાજપ છોડી સપામાં જોડાયા છે. અભિષેક મિશ્રા પૂર્વ મંત્રી છે અને પલ્લવી પટેલ અદના દલ (કે) ની નેતા છે. યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા વિરુદ્ધ સમાજવાદી પાર્ટીએ પલ્લવી પટેલને મેદાનમાં ઉતારી છે. પલ્લવી પટેલ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની નાની બહેન છે. જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યની સીટ બદલી લેવામાં આવી છે. અભિષેક મિશ્રા લખનઉની સરોજિની નગરથી ભાજપના રાજેશ્વર સિંહ વિરુદ્ધ ચૂંટણી લડશે. 

sp candidates

મૌર્યની સીટ કેમ બદલવામાં આવી?
તમને જણાવી દઈએ કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં મૌર્ય ભાજપની ટિકિટ પર પડરૌનાથી લડ્યા હતા અને જીત્યા હતા. એવું માનવામાં આવે છે કે મૌર્ય હવે પડરૌના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે નહીં કારણ કે ભાજપમાં જોડાયા બાદ આરપીએન સિંહ આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવું માનવામાં આવે છે.

મૌર્યએ આરપીએન સિંહ પર નિશાન સાધ્યું હતું
જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યને પૂછવામાં આવ્યું કે જો ભાજપ પડરૌના વિધાનસભા બેઠક પરથી તેમની સામે આરપીએન સિંહને મેદાનમાં ઉતારે તો શું તે તેમના માટે મોટો ખતરો હશે? આના પર મૌર્યએ કહ્યું, "આરપીએન સિંહ રાજ મહેલમાં જન્મ્યા છે અને તેમને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. જો તેઓ ત્યાંથી કોઈ સામાન્ય કાર્યકર સપાની ટિકિટ પર ચૂંટણી લડશે તો તેઓ આરપીએન સિંહને હરાવી દેશે."

10 માર્ચે આવશે પરિણામ
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3, 7 માર્ચે મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news