Gautam Gambhir સાથેના વિવાદ પર કામરાન અકમલે તોડ્યું મૌન, કહ્યું મેદાન પર કેમ શરૂ થયો હતો ઝઘડો

ગૌતમ ગંભીર અને કામરાન અકમલ વચ્ચે થયેલા ઝઘડાનો 12 વર્ષ પછી કામરાન અકમલે ખુલાસો કર્યો. કામરાન અકમલે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈશાંત શર્મા સાથે તેનો કોઈ વિવાદ નથી. પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલ અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર વચ્ચે 2010ના એશિયા કપ દરમિયાન મેદાન પર જોરદાર લડાઈ થઈ હતી. હવે 12 વર્ષ બાદ કામરાન અકમલે તેનું કારણ જાહેર કર્યું છે, જેના કારણે ગૌતમ ગંભીર અને તેની વચ્ચે ઝઘડો થયો હતો.  

Gautam Gambhir સાથેના વિવાદ પર કામરાન અકમલે તોડ્યું મૌન, કહ્યું મેદાન પર કેમ શરૂ થયો હતો ઝઘડો

નવી દિલ્લીઃ ગૌતમ ગંભીર અને કામરાન અકમલ વચ્ચે થયેલા ઝઘડાનો 12 વર્ષ પછી કામરાન અકમલે ખુલાસો કર્યો. કામરાન અકમલે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈશાંત શર્મા સાથે તેનો કોઈ વિવાદ નથી. પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલ અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર વચ્ચે 2010ના એશિયા કપ દરમિયાન મેદાન પર જોરદાર લડાઈ થઈ હતી. હવે 12 વર્ષ બાદ કામરાન અકમલે તેનું કારણ જાહેર કર્યું છે, જેના કારણે ગૌતમ ગંભીર અને તેની વચ્ચે ઝઘડો થયો હતો.
અકમલે ગંભીર સાથેના વિવાદ પર મૌન તોડ્યું-
પાકિસ્તાનના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે વિવાદને લઈને મોટો ખુલાસો કર્યો છે. કામરાન અકમલે કહ્યું, 'ગંભીર સાથે 2010ના એશિયા કપ દરમિયાન વાતાવરણ થોડું ગરમાયું હતું. પરંતુ તે બધી ગેરસમજ હતી. તે એક મહાન મિત્ર છે. અમે એકસાથે ઘણી 'A' ક્રિકેટ રમી છે. ઈશાંત શર્મા સાથે પણ કોઈ વિવાદ નથી.
 


ઈશાંત શર્મા સાથે પણ થયો હતો ઝઘડો-
બેંગ્લોરમાં 2012-13ની T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન ઈશાંત શર્મા અને કામરાન અકમલ વચ્ચે ઝઘડો થયો હતો. કામરાન અકમલે એ સ્પષ્ટ કર્યું છે કે ઈશાંત શર્મા સાથે તેનો કોઈ વિવાદ નથી. જો કે પાકિસ્તાનના વિકેટકીપરે સ્પષ્ટ કર્યું કે ભારતીય ખેલાડીઓ સાથે તેના ખૂબ સારા સંબંધો છે.
કામરાન અકમલનો રેકોર્ડ-
કામરાન અકમલ તાજેતરમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022માં જોવા મળ્યો હતો. તે એશિયા લાયન્સ ટીમનો ભાગ હતો. 40 વર્ષીય અકમલ હવે પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મીની ટીમમાં જોવા મળશે. કામરાન અકમલે પાકિસ્તાન માટે ટેસ્ટમાં કુલ 53 મેચ રમી છે, જેમાં તેણે 30.8ની એવરેજથી કુલ 2648 રન બનાવ્યા છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 12 અડધી સદી પણ ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 158 રન છે. ODI ક્રિકેટમાં કામરાને 157 મેચ રમી છે, જેમાં તેણે 26.1ની એવરેજથી 3236 રન બનાવ્યા છે, જેમાં તેણે 5 સદી અને 10 અડધી સદી પણ ફટકારી છે. ODI ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 124 રન છે. કામરાન અકમલે T20માં કુલ 58 મેચ રમી છે, જેમાં તેણે 21ની એવરેજથી 987 રન બનાવ્યા છે અને 5 અડધી સદી પણ ફટકારી છે. T20 ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ બેટિંગ સ્કોર 73 રન છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news