10માના ટોપર વિદ્યાર્થીને યોગીએ આપેલો ચેક થયો બાઉન્સ

બારાબંકીના 10મા ધોરણના ટોપર અલોક મિશ્રાનો એક લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થતા તંત્ર દોડતું થયું હતું

10માના ટોપર વિદ્યાર્થીને યોગીએ આપેલો ચેક થયો બાઉન્સ

લખનઉ : યુપીના બારાબંકીમાં 10મા ધોરણનાં ટોપર આલોક મિશ્રાનો એક લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થઇ ચુક્યો છે. આ ચેકને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉનાં એક પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને આપીને સન્માનિત કર્યાહ તા. જો કે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીને અપાયેલો એક લાખનો ચેક બાઉન્સ થયો છે. જેના પગલે તંત્રમા હોબાળો મચી જવા પામ્યો છે. ચેક બાઉન્સની માહિતી તંત્રએ DIOS પાસે અહેવાલ માંગ્યો છે. 

બીજ તરફ ચેક બાઉન્સ થયા બાદ પોતાની ભુલ સુધારતા અને બેઇજ્જતીથી બચવા માટે ઉતાવળમાં ડીઆઇઓએસએ વિદ્યાર્થીને કોલેજ બોલાવીને બીજો ચેક આપી દીધો તો. અત્રે ઉલ્લેખનીય છે કે, યૂપી બોર્ડનાં કક્ષા 10નું પરિણામ જ્યારે આવ્યું તો રાજ્યના ટોપર્સ ખુબ જ ખુશ થઇ ગોય હતો. નેતાથી માંડીને મોટા મોટા અધિકારીઓએ આ હોનહારને શુભકામના પાઠવી હતી. આ ટોપર્સને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે લખનઉ બોલાવી સન્માનિત કર્યો હતો. જ્યારે જિલ્લાના ટોપરને મુખ્યમંત્રીનાં હાથે અપાયેલો ચેક બાઉન્સ થઇ ગયો હતો.

જો કે ચેક બાઉન્સ થયો હોવાની માહિતી તંત્રને મળતા તંત્રએ તાબડતોબ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી આરંભી દીધી હતી.  યોગી દ્વારા થયેલા ચેક વિતરણનો ચેક બાઉન્સ જાય તે તંત્ર માટે પણ આબરૂનો સવાલ હતો. મીડિયાને આ અંગે ગંધ આવે તે પહેલા જ વિદ્યાર્થીને તાબડતોબ બોલાવીને નવો ચેક થમાવી દેવામાં આવ્યો હતો. જેથી કોઇ મોટો હોબાળો ન થાય અને વાત થોડામાં જ પુરી થઇ જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news