વૃંદાવન: અખિલેશ યાદવે કર્યા બાંકે બિહારીના દર્શન, ભાજપ પાસેથી બદનામ કરવાનું શીખો
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે વૃંદાવનના બાંકે બિહારી મંદીરમા પરિવાર સહિત દર્શન કરી ઘણા મુદ્દે ચર્ચા કરી
Trending Photos
વૃંદાવન : સપા અધ્યક્ષ અને યુપીના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારેપોતાના પરિવાર સહિત વૃદાંવન ખાતે શ્રી બાંકે બિહારી મંદિર પહોંચ્યા. અહીં અખિલેશ યાદવ, તેમની પત્ની ડિંપલ યાદવ અને તેમના બાળકોએ ભગવાનનાં દર્શન કર્યા. ત્યાર બાદ પુજા અર્ચના કરીને પરત ફર્યા હતા. જો કે તેમના વૃંદાવન પહોંચવા પ્રસંગે સમાજવાદી પાર્ટીએ કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. કાર્યકર્તાઓનાં સ્વાગત બાદ અખિલેશ યાદવ વીઆઇપી પાર્કિંગથી પસાર થતા શ્રી બાંકે બિહારી મંદિર પહોંચ્યા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે ભગવાન સમક્ષ પોતાનું માથુ ઝુકાવીને પોતાની હાજરી નોંધાવી હતી.
મોદીના ઇશારામાં આપી સલાહ
શનિવારે વૃદાંવન પહોંચ્યા સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સાથેતેમની પત્ની ડિંપલ યાદવ અને બાળકો પણ હતા. આશરે 20 મિનિટ સુધી અખિલેશ યાદવ બાંકે બિહારી મંદિરમાં હાજર રહ્યા અને ભગવાનના હાથ જોડીને જોઇ રહ્યા. ત્યાર બાદ ત્યાં હાજર સેવાયતોએ તેમને પ્રસાદી ભેટ આપી. બાંકે બિહારી દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઇશાર ઇશારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરતા કહ્યું કે, હું પરિવારની સાથે આવ્યો છું, હું એમ જ ઇચ્છું છું કે તમામ લોકો પરિવારની સાથે આવે. એકલા ન આવો અને લોકોને પણ કહો કે તેઓ પોતાનાં પરિવાર સાથે આવે.
ચૂંટણી લડવા અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, લોહિયાજીનો વિસ્તાર છે. તેમને કઇ રીતે છોડી દઉ. હું સમાજવાદી ધરતી કઇ રીતે છોડી શકું. જો બિહારીજીનો આશિર્વાદ રહ્યા તો આ યાત્રા એવી હોવી જોઇએ જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ લીધો હોય જ્યાં વસ્યા હોય અને જ્યાં પ્રાણ ત્યાગ્યા હોય. આ સંબંધ ફરી એકવાર મજબુત કરવા જોઇએ. તેમણે કહ્યું કે, કદાચ સમાજવાદી લોકો આ સંબંધોને મજબુત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે