અમદાવાદમાં રાહદારીઓને લૂંટી લેતા લબરમુછીયા યુવાનો શાહરૂખ - મોહસીનની ધરપકડ

રસ્તે જતા રાહદારીઓ રોકી માલસામાન અને રોકડ રકમની લૂંટ કરતી ટોળકીના બે શખ્સોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. ઝડપાયેલા બંને શખ્શો લૂંટ માટે ઉપયોગમાં લેતા રીક્ષા કબજે કરી પોલીસે નવથી વધુ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ટોળકીની ખુબ જ વિચિત્ર મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં તેઓ રસ્તે જતા એકલ દોકલને નિશાન બનાવતા હતા.
અમદાવાદમાં રાહદારીઓને લૂંટી લેતા લબરમુછીયા યુવાનો શાહરૂખ - મોહસીનની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ : રસ્તે જતા રાહદારીઓ રોકી માલસામાન અને રોકડ રકમની લૂંટ કરતી ટોળકીના બે શખ્સોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. ઝડપાયેલા બંને શખ્શો લૂંટ માટે ઉપયોગમાં લેતા રીક્ષા કબજે કરી પોલીસે નવથી વધુ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ટોળકીની ખુબ જ વિચિત્ર મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં તેઓ રસ્તે જતા એકલ દોકલને નિશાન બનાવતા હતા.

પોલીસ કસ્ટડીમાં રહેલા બંને આરોપીઓ લૂંટ માટે અનોખી મોડેસ ઓપરેન્ડી સાથે લૂંટ ચલાવતા રાત્રી દરમિયાન એકલ દોકલ જતા રાહદારીઓને રોકી તેમની પાસેથી રહેલ કિંમતી ચીજવસ્તુઓ અને મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવતા. આરોપી મોસીન ઉર્ફે લાલુ મેમણ અને શાહરૂખ ઉર્ફે બાલા કુરેશી ઉમરે ભલે નાના હોય પણ, તેમના કારનામાં ગુનાખોરીમાં ખૂબ જ મોટા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી મળતાં બંને આરોપીઓને નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધા છે. સંખ્યાબંધ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં તેમને લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. તાજેતરમાં જ કાલુપુર બ્રિજ નજીક બે અલગ અલગ વ્યક્તિઓને નિશાન બનાવી તેમને ગડદાપાટુનો માર મારીને લૂંટી લીધા હતા. પોલીસે તપાસ દરમિયાન 9 ગુનાઓનો ભેદ ઉકેલીથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે, આરોપી મોસીન ઉર્ફે લાલુ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલી છે. મારામારીના ગુનામાં પકડાતા પાસા હેઠળ જેલવાસ પણ કાપી ચૂક્યા છે. જ્યારે આરોપી શાહરૂખે હત્યાના પ્રયાસ અને મારામારી જેવા ગુનામાં પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યા છે. ત્યારે હાલ તો આ બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news