Covid 19 Cases India: દેશમાં વધતા કેસ વચ્ચે સોમવારે મનસુખ માંડવિયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક

Covid 19 Cases Rising: દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ છે. કોરોનાની સ્થિતિને લઈને સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજશે. 
 

Covid 19 Cases India: દેશમાં વધતા કેસ વચ્ચે સોમવારે મનસુખ માંડવિયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક

નવી દિલ્હીઃ Covid 19 Meeting: દેશમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કેટલાક રાજ્યોના આંકડાએ ચિંતા ઉભી કરી દીધી છે. દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ છે. સૂત્રો પ્રમાણે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પણ આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. 

આ સમીક્ષા બેઠકમાં પીએમઓના અધિકારીઓ સિવાય, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહ સચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, આઈસીએમઆરના ડીજી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા છે.

ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમણના 552 નવા કેસ સામે આવ્યા બાદથી દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના આ વેરિએન્ટથી અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા વધીને 3623 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,59,632 કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 224માં સામે આવેલા સર્વાધિક દૈનિક કેસ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પોલીસ કમિશ્નરનું જાહેરનામું ખાસ વાંચી લેજો નહી તો ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ઉજવવી પડશે થઈ ગઈ છે, જે આશરે 197 દિવસમાં સર્વાધિક છે. 

અગાઉ ગયા વર્ષે 29 મેના રોજ સંક્રમણના 1,65,553 કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 327 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,83,790 થયો છે. ઓમિક્રોનના 3,623 કેસમાંથી 1,409 લોકો સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,009 કેસ નોંધાયા છે. આ પછી દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333 અને ગુજરાતમાં 204 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news