ઉદિત રાજનું વિવાદિત નિવેદનઃ ભાજપને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા દલિત જોઈએ છે
બિહાર સરકારને દલિત વિરોધી જણાવતા કહ્યું કે, બિહાર સરકારમાં લગભગ દોઢ લાખ કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી પડેલી છે, સરકાર ભરતી કરવાને બદલે ખાલી પદોની વિગતો જાહેર કરી રહી છે
Trending Photos
પટનાઃ કોંગ્રેસના નેતા ઉદિત રાજે અહીં મંગળવારે ભાજપ પર પ્રહાર કરતા સમયે રાષ્ટ્રપિત પદની ગરિમાનું પણ ધ્યાન રાખ્યું નહીં. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા દલિત જોઈએ છે. આટલું જ નહીં, તેમણે રાષ્ટ્રપતિ પર પણ આરોપ લગાવ્યો અને જણાવ્યું કે,તેમણે દલિત હોવા છતાં પણ દલિતો માટે કોઈ કામ કર્યું નથી.
તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા ઉદિત રાજે પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હું મુંગો-બહેરો ન બન્યો, એટલે ભાજપને સહન થયું નહીં. તેમના આંતરિક સરવેમાં વિજેતા સાંસદ હોવા છતાં પણ મારી ટિકિટ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં કાપી દેવાઈ છે."
તેમણે કહ્યું કે, "ત્રણ વર્ષમાં 500થી વધુ ન્યાયાધિશની નિયુક્તિ થઈ છે, પરંતુ તેમાં એક પણ દલિત નથી. આ ઉપરાંત પણ અનેક પદો પર ભરતી કરાઈ છે, પરંતુ દલિતોને કોઈ સ્થાન મળ્યું નથી. ભાજપ સરકારે દલિતો માટે કશું જ કર્યું નથી. દલિતો અંગે બોલવાને કારણે જ મને બહાર કરી દેવાયો છે."
તેમણે બિહાર સરકારને દલિત વિરોધી જણાવતા કહ્યું કે, બિહાર સરકારમાં લગભગ દોઢ લાખ કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી પડેલી છે, સરકાર ભરતી કરવાને બદલે ખાલી પદોની વિગતો જાહેર કરી રહી છે. રાજ્યમાં લગભઘ 75 હજાર સ્કૂલ છે અને વિદ્યાર્થીઓની હાજરી માત્ર 28 ટકા જ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે