J&K: પાકિસ્તાને કૂપવાડામાં સીઝફાયરનો કર્યો ભંગ, ફાયરિંગમાં 2 જવાન શહીદ, એક નાગરિકનું મોત

પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.

J&K: પાકિસ્તાને કૂપવાડામાં સીઝફાયરનો કર્યો ભંગ, ફાયરિંગમાં 2 જવાન શહીદ, એક નાગરિકનું મોત

શ્રીનગર: પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આ વખતે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કૂપવાડામાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક નાગરિકનું મોત થયું છે. ફાયરિંગમાં 3 ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે. 

પાકિસ્તાન તરફથી ગત રાતના 10 વાગ્યાથી ફાયરિંગ શરૂ  થયું હતું જે સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું. પાકિસ્તાનના ફાયરિંગમાં અનેક મકાનોને નુકસાન થયું છે. ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. 

આ બાજુ જમ્મુમાં કઠુઆના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાન ગત રાતથી જ ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ અગાઉ પણ 15 ઓક્ટોબરના રોજ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની નજીક સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. ફાયરિંગની ઘટના પૂંછ જિલ્લાના કસ્બા અને કિરણી સેક્ટરોમાં ઘટી હતી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે છેલ્લા પાંચ વર્ષમાં 2019માં પાકિસ્તાન તરફથી સૌથી વધુ સંઘર્ષ વિરામની ઘટનાઓ ઘટી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સંઘર્ષ વિરામની 2300થી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જ્યારે વર્ષ 2018માં તેની સંખ્યા 1629 હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news