યુપી, ગુજરાત બાદ હવે કમલેશ તિવારી હત્યાકાંડનું મહારાષ્ટ્ર કનેક્શન? 

કમલેશ તિવારી હત્યાકાંડના તાર ગુજરાત અને યુપી બાદ હવે મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલા જોવા મળી રહ્યાં છે. એટીએસએ નાગપુરથી એક સંદિગ્ધને દબોચ્યો છે. આ સંદિગ્ધને અટકાયતમાં લઈને પૂછપરછ થઈ રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ગુજરાતથી ધરપકડ કરાયેલા રાશિદે કમલેશ તિવારીના મર્ડર બાદ નાગપુરના એક વ્યક્તિ સાથે વાત કરી હતી. કહેવાય છે કે તેણે હત્યાની જાણકારી આપવા માટે કોલ કર્યો હતો. આ સૂચનાને આધારે પોલીસ ટીમો તપાસ માટે નાગપુર પહોંચી ગઈ છે અને ત્યાં સૈયદ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

યુપી, ગુજરાત બાદ હવે કમલેશ તિવારી હત્યાકાંડનું મહારાષ્ટ્ર કનેક્શન? 

મુંબઈ: કમલેશ તિવારી હત્યાકાંડના તાર ગુજરાત અને યુપી બાદ હવે મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલા જોવા મળી રહ્યાં છે. એટીએસએ નાગપુરથી એક સંદિગ્ધને દબોચ્યો છે. આ સંદિગ્ધને અટકાયતમાં લઈને પૂછપરછ થઈ રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ગુજરાતથી ધરપકડ કરાયેલા રાશિદે કમલેશ તિવારીના મર્ડર બાદ નાગપુરના એક વ્યક્તિ સાથે વાત કરી હતી. કહેવાય છે કે તેણે હત્યાની જાણકારી આપવા માટે કોલ કર્યો હતો. આ સૂચનાને આધારે પોલીસ ટીમો તપાસ માટે નાગપુર પહોંચી ગઈ છે અને ત્યાં સૈયદ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

રશીદ આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. હત્યાનો પ્લાન દુબઈમાં ઘડાયો અને સુરતમાં તેની તૈયારી કરવામાં આવી. ત્યારબાદ આ પ્લાનને લખનઉમાં અંજામ અપાયો. ગુજરાત ATSએ સુરતના લિંબાયત વિસ્તારથી રશીદ, મોહસિન અને ફૈઝાનની ધરપકડ કરી છે. રશીદના કરાચી પાકિસ્તાનના કનેક્શન પણ સામે આવ્યા છે. રશીદ દુબઈની જે કંપનીમાં કામ કરતો હતો તેનો માલિક પાકિસ્તાનના કરાચીનો હોવાનો ખુલાસો થયો છે. રશીદ કરાચી ગયો છે કે નહી તે મામલે ATS પૂછપરછ કરી રહી છે. આતંકી સંગઠનને લઈને પણ ATSએ તપાસ શરૂ કરી દીધી છે. 

સુરતથી ખરીદવામાં આવેલી મીઠાઈના બોક્સના કારણે પોલીસ આરોપીઓ સુધી પહોંચી. હકીકતમાં 2015માં કમલેશ તિવારીએ મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન રશીદ પઠાણના ભાઈ મયુદિન સાથે મળીને હત્યા કરવાનું વિચાર્યું હતું પરંતુ તેઓ તેને અંજામ આપી શક્યા નહીં. 

2017માં રશીદ દુબઈ ગયો જ્યાં તે આઈટી કંપનીમાં નોકરી કરતો હતો. 2 મહિના પહેલા રશીદ સુરત આવ્યો હતો. સુરત આવ્યાં બાદ રશીદે ફરીથી કમલેશ તિવારીની હત્યાનો પ્લાન ઘડ્યો. જેના માટે તેણે તેના જ બિલ્ડિંગમાં રહેતા મૌલાના મોહસિન સાથે વાત કરી હતી. મોહસિને કહ્યું કે શરીયત અને કુરાનમાં વાઝિબ એ કત્લ કહેવાયું છે જે કહે છે કે તેમની હત્યા કરવામાં કોઈ પાપ નથી. 

જુઓ LIVE TV

મૌલાનાની વાતથી કટ્ટર થયેલા રશીદે પોતે કમલેશની હત્યા કરવાનો નિર્ણય લીધો. તેણે તેના ભાઈ મયુદિન સાથે વાત કરી પરંતુ તેણે ઈન્કાર કરી દીધો અને અશફાક સાથે આ વારદાતને અંજામ આપવા રશીદ જતો રહ્યો. ફૈઝાન અને રશીદે એક સાથે સુરતની ધરતી મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ ખરીદી અને ત્યારબાદ સુરતથી જ પિસ્તોલ અને ચાકૂ ખરીદીને હત્યારાઓના મીઠાઈના બોક્સમાં છૂપાવી દીધા હતાં. 16 ઓક્ટોબરની રાતે 9.55 વાગે ટ્રેનથી લખનઉ જવા માટે રવાના થયા હતાં. ટ્રેનની મુસાફરી દરમિયાન તેમણે દાઢી કાઢીને વેશ બદલી લીધો હતો અને ભગવા કપડા પહેરીને હિન્દુનો વેશ ધારણ કર્યો હતો. 

દોઢ દિવસ સુધી લખનઉમાં રોકાયા બાદ હત્યા કરીને ફરાર થઈ ગયાં. અશફાક અને રશીદનો ભાઈ મયુદિન હજુ પણ ફરાર છે. જે ઉત્તર ભારતમાં ક્યાંક છૂપાયો હોવાની આશંકા છે. લખનઉમાં સીસીટીવીમાં જોવા મળેલી મહિલાની ઓળખ થઈ ગઈ છે પરંતુ તેના કહેવા મુજબ તેને આરોપીઓ સાથે કોઈ લેવાદેવા નથી અને આરોપીઓ તેને એડ્રેસ પૂછ્યું હતું અને તેણે કહ્યું હતું કે તેને ખબર નથી. પોલીસ આ અંગે પૂછપરછ કરી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news