કોરોના દર્દીની સંખ્યા 67 હજારને પાર, 24 કલાકમાં સૌથી વધુ કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 67 હજારને વટાવી ગઈ છે. દેશમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યા 67,152 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 4213 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મોત નીપજ્યાં છે. 20,916 લોકો આ મહામારીમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 2206 લોકોએ આ બિમારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની બાબત એ છે કે રિકવરી દર વધીને 31.1% થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કોરોના દર્દીની સંખ્યા 67 હજારને પાર, 24 કલાકમાં સૌથી વધુ કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 67 હજારને વટાવી ગઈ છે. દેશમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યા 67,152 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 4213 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મોત નીપજ્યાં છે. 20,916 લોકો આ મહામારીમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 2206 લોકોએ આ બિમારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની બાબત એ છે કે રિકવરી દર વધીને 31.1% થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અગ્રવાલે જણાવ્યું કે, "8 મેના રોજ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસીની ઘોષણા કરવામાં આવી હતી. ડિસ્ચાર્જ પહેલાં કોઈ પરીક્ષણની જરૂર નથી. ડિસ્ચાર્જ પછી 7 દિવસ આઇસોલેશનમાં રહેવું જરૂરી છે. આ ડિસ્ચાર્જ પોલિસી ઘણા દેશોને જોઈને કરવામાં આવી છે. સ્ટડીના આધારે ફેરફાર કરવામાં આવ્યો છે. એનઆઈવીએ પુણેમાં કોવિડ કવચ ડેવલપ કર્યું છે જે એન્ટિબોડી ટેટિંગ કીટ છે."

તો બીજી તરફ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 23 વિમાન દ્વારા ચાર હજાર ભારતીયોને વંદ ભારત મિશન હેઠળ પરત લાવવામાં આવ્યા છે. કેબિનેટ સચિવની ગઈકાલે તમામ મુખ્ય સચિવો સાથે બેઠક થઈ હતી જેમાં શ્રમિકો પર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે શ્રમિકો ટ્રેનના ટ્રેકનો ઉપયોગ કરીને મુસાફરી કરવા ના કરે. રેલવે 12 મેથી તબક્કાવાર રીતે ટ્રેનો શરૂ કરી રહી છે. કન્ફર્મ ટિકિટ પર જ મુસાફરો પ્લેટફોર્મની અંદર જઈ શકે છે. ઇ-ટિકિટ હોય તો પાસની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news