ગુજરાતમાં હાલ સરકારને બદનામ કરવા માટે અધિકારીઓ જ હાથા બની રહ્યા છે: સંઘાણી
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાતમાં અધિકારીઓનું રાજ હોવા સંદર્ભે વાયરલ થયેલી ઓડિયો ટેપની વાતને ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ પણ સમર્થન આપ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ સ્પષ્ટ જણાવ્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પારદર્શક નિર્ણય લેવામાં આવે છે પણ અધિકારીઓ યોગ્ય રીતે તેનો અમલ નથી કરી રહ્યા.
જેના કારણે યોગ્ય નિર્ણય તો લેવાય છે પરંતુ તેનો યોગ્ય અમલ નથી થતો. જેના કારણે થતી બદનામીને સહન કરવાનો વારો સરકારની માથે આવે છે. કોરોનાવાયરસની સ્થિતિમાં અધિકારીઓ દ્વારા અમલીકરણ યોગ્ય ન થતું હોવાની નારાજગી પણ દિલીપ સંઘાણીએ વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાતનાં કેટલાક અધિકારીઓ પોતાની મનમાની અને સરકારને નજરઅંદાજ કરી રહ્યા હોવાની સૂચક કોમેન્ટ પણ કરી હતી.
જો કે એપીએમસી અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંઘાણીએ આવકાર્યો હતો. એપીએમસી આ અંગે રાજ્ય સરકારે બહાર પાડેલા વટહુકમને ખેડૂત ઉપયોગી નિર્ણય હોવાની વાત પણ સહકારી આગેવાન તરીકે દિલીપ સંઘાણીએ કરી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંઘાણીએ જણાવ્યું કે, એપીએમસીના વટહુકમથી હવે એપીએમસીની ચૂંટણીમાં ગેરરીતિઓ અટકશે. ઉપરાંત એપીએમસીના એક જ લાઇસન્સ ઉપર કોઈપણ એપીએમસીમાં ખરીદ વેચાણ કરી શકાશે. જેના કારણે વેપારીઓ જે પ્રકારે ખેડૂતોનું શોષણ કરતા હતા તે અટકશે. જેનાથી ખેડૂતો અને ગ્રાહકો બંન્નેને ખુબ જ ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે