અમદાવાદ: મિલ્ક પાર્લરની આડમાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા 4 લોકોને ઝડપી લેવાયા

હાલ લોકડાઉનનાં કારણે માત્ર અને માત્ર દવા અને દુધની દુકાનોને જ ખુલ્લી રાખવા માટેની પરવાનગી સરકાર દ્વારા અમદાવાદમાં આપવામાં આવી છે. જેના કારણે સમગ્ર શહેરની તમામ દુકાનો બંધ છે. જો કે કેટલાક ખેપાની તત્વો દ્વારા દુધની ડેરીની આડમાં પાન મસાલાનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. આ લોકો હાલ તકનો લાભ લઇને પાન મસાલાના સહિતની વસ્તુઓ પાંચ ગણા ભાવે વેચવામાં આવી રહી છે.
અમદાવાદ: મિલ્ક પાર્લરની આડમાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા 4 લોકોને ઝડપી લેવાયા

મૌલિક ધામેચા/અમદાવાદ : હાલ લોકડાઉનનાં કારણે માત્ર અને માત્ર દવા અને દુધની દુકાનોને જ ખુલ્લી રાખવા માટેની પરવાનગી સરકાર દ્વારા અમદાવાદમાં આપવામાં આવી છે. જેના કારણે સમગ્ર શહેરની તમામ દુકાનો બંધ છે. જો કે કેટલાક ખેપાની તત્વો દ્વારા દુધની ડેરીની આડમાં પાન મસાલાનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. આ લોકો હાલ તકનો લાભ લઇને પાન મસાલાના સહિતની વસ્તુઓ પાંચ ગણા ભાવે વેચવામાં આવી રહી છે.

સોલા પોલીસ દ્વારા આવી જ એક અક્ષર ડેરી પાર્લર નામની દુકાન પર દરોડા પાડવામાં આવ્યો હતો. પોલીસને પહેલાથી જ મળેલી બાતમીને આધારે આ પાર્લરમાંથી તંબાકુ, માવા, સિગરેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. આ લોકો ખુબ જ મોંઘી કિંમતે આ તમામ વસ્તુઓ વેચી રહ્યા હતા. જે હાલ સરકાર દ્વારા પ્રતિબંધિત છે.

પાર્લરમાંથી માલિક સહિત 4 લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સોલા વિસ્તારનાં એક મેડિકલ સ્ટોરનાં 11 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેના કારણે હાલ સોલા વિસ્તારમાં તંત્ર દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news