YES BANK: ભગવાનનાં કરોડો રૂપિયા પણ ફસાયા?આ રીતે સ્હેજમાં બચી ગયા !
Trending Photos
તિરૂપતિ: યસ બેંક (Yes Bank) પર છવાયુ સંકટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ પર બિલ્કુલ બેઅસર રહેશે. તિરુપતિ મંદિરે બેંકમાં 1300 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. જે આ વર્ષે માર્ચમાં મેચ્યોર થવાની હતી, પરંતુ મંદિર તંત્રએ ગત્ત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ યસ બેંક પાસેથી પોતાનાં પૈસા ઉપાડી લીધા હતા. મંદિરનાં ટ્રસ્ટનાં નવા ચેરમેનની નિયુક્તિ બાદ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. એપ્રીલ 2019ની વાત છે જ્યારે પ્રાઇવેટ બેંકોમાં રાષ્ટ્રીય બેંકોની અપેક્ષા વધારે વ્યાજદર મળતો હોવાથી તિરુપતિ દેવસ્થાનમે પોતાનાં 5 હજાર કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેના હેઠળ 1300 કરોડ રૂપિયા ઇંડસ ઇંડ બેંકમાં, 1300 કરોડ રૂપિયા સાઉથ ઇન્ડિયન બેંકમાં, 600 કરોડ એક્સિસ બેંકમાં અને 130 કરોડ રૂપિયા ફેડરલ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
કોરોના વાયરસ: કાશ્મીરનાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ 30 માર્ચ સુધી રહેશે બંધ
પ્રાઇવેટ બેંકોમાં જમા કરાવ્યા હતા 5 હજાર કરોડ રૂપિયા
આ ઉપરાંત મંદિરનાં આશરે 8 હજાર કરોડ રૂપિયા અલગ અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા છે. આ એક વર્ષ માટે એફડી તરીકે બેંકોમાં જમા કરાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2019માં ટ્રસ્ટ બોર્ડની એક મીટિંગમાં સંસ્થાનનાં ચેરમેન બદલી ગયા. નવા ચેરમેન વાઇવી સુબ્બા રેડ્ડીએ ચાર્જ સંભાળતા જ અનેક પ્રાઇવેટ બેંકોમાં જમા એફડી ઉપાડવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ નવેમ્બર ડિસેમ્બર 2019માં મંદિર તંત્રએ યસ બેંકમાંથી 1300 કરોડ રૂપિયા અને સાઉથ ઇન્ડિયન બેંકોમાંથી 1300 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
રામલલાને 27 વર્ષ બાદ મળશે તાડપત્રીમાંથી મુક્તિ, ફાઇબર પ્રૂફ મંદિરમાં બીરાજમાન થશે
રાષ્ટ્રીય બેંકોમાં જમા રહેશે પૈસા
આ ઉપરાંત મંદિર તંત્રએ બાકી બેંકોમાં એફડી મેચ્યોર થતા સુધી યથાવત્ત રહેવા દેવાનો નિર્ણય લીધો હતો. મંદિરે નક્કી કર્યું કે, ત્યાર બાદ આગામી નાણાકીય વર્ષનાં રેટિંગ અનુસાર બેંકોમાં એફડીયથાવત્ત રાખવી કે નહી તેનો નિર્ણય લેવામાં આવશે. સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, એફડી તોડવાનો નિર્ણય મંદિરને યસ બેંક સંકટથી બચાવી લીધા. તેમણે કહ્યું કે, ઓક્ટોબરની બોર્ડ મીટિંગમાં મંદિર તંત્ર આ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ મુદ્દે સીએમ જગન મોહન રેડ્ડીએ આશ્વાસન આપ્યું હતુ હતું કે મંદિરના પૈસાને સારી રીતે સુરક્ષીત રાખવામાં આવશે.
ભારતમાં હારશે કોરોના! PM મોદીએ સમીક્ષા બેઠકમાં કહ્યું દરેક સ્થિતી માટે રહો તૈયાર
ભગવાન જગન્નાથનાં પુજારી પણ ચિંતિત
બીજી તરફ યસ બેંકનાં સંકટમાં પડવાના સદિઓ જુના ભગવાન જગન્નાથ મંદિરનાં પુજારી અને શ્રદ્ધાળુઓ પણ ચિંતિત છે. યસ બેંકમાં ભગવાન જગન્નાથ મંદિરનાં 545 કરોડ રૂપિયા જમા છે. રિઝર્વ બેંકે યસ બેંક પર અનેક પ્રકારનાં અંકુશો લગાવ્યા છે. યસબેંકનાં ખાતેદારો માટે આગામી એક મહિના સુધી પૈસા ઉપાડવાની 50 હજાર રૂપિયા સુધીની લિમિટ રાખી છે.
CBI v/s CBI : મોદીના માનીતા રાકેશ અસ્થાનાને લાંચ કેસમાં મળી ક્લીનચીટ
ફાઉન્ડરની તમામ પ્રોપર્ટી પર દરોડા
આ અગાઉ શુક્રવારે યસ બેંકનાં ફાઉન્ડર રાણા કપુરનાં સ્થળો પર પ્રવર્તન નિર્દેશાલય (ED)એ દરોડો પાડ્યો. ઇડીએ રાજણા કપુર વિરુદ્ધ કેસ દાખલ કર્યો. દરોડા દરમિયાન ઇડીએ યસ બેંક અંગેનાં દસ્તાવેજો તપાસ્યા હતા. જો કે ઇડી તરફતી દરોડા મુદ્દે કોઇ અધિકારીક નિવેદન નથી આવ્યું. રિપોર્ટ અનુસાર રાણા કપુરને લુકઆઉટ નોટિસ ફટકારવામાં આવી છે. રાણા કપુર તપાસ પુર્ણ થાય નહી ત્યા સુધી બહાર નહી જઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે