Yes bank ttd News

YES BANK: ભગવાનનાં કરોડો રૂપિયા પણ ફસાયા?આ રીતે સ્હેજમાં બચી ગયા !
યસ બેંક (Yes Bank) પર છવાયુ સંકટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ પર બિલ્કુલ બેઅસર રહેશે. તિરુપતિ મંદિરે બેંકમાં 1300 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. જે આ વર્ષે માર્ચમાં મેચ્યોર થવાની હતી, પરંતુ મંદિર તંત્રએ ગત્ત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ યસ બેંક પાસેથી પોતાનાં પૈસા ઉપાડી લીધા હતા. મંદિરનાં ટ્રસ્ટનાં નવા ચેરમેનની નિયુક્તિ બાદ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.  એપ્રીલ 2019ની વાત છે જ્યારે પ્રાઇવેટ બેંકોમાં રાષ્ટ્રીય બેંકોની અપેક્ષા વધારે વ્યાજદર મળતો હોવાથી તિરુપતિ દેવસ્થાનમે પોતાનાં 5 હજાર કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેના હેઠળ 1300 કરોડ રૂપિયા ઇંડસ ઇંડ બેંકમાં, 1300 કરોડ રૂપિયા સાઉથ ઇન્ડિયન બેંકમાં, 600 કરોડ એક્સિસ બેંકમાં અને 130 કરોડ રૂપિયા ફેડરલ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
Mar 7,2020, 22:15 PM IST

Trending news