લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવતા સમયે પીએમ મોદી સાથે હશે IAFની ત્રણ મહિલા અધિકારી
ફ્લાઈંગ ઓફિસર પ્રીતમ સાંગવાન વડાપ્રદાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવામાં મદદ કરશે. ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને તરફ ઊભી રહેશે
Trending Photos
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ સમારોહમાં ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે. આ વખતે ભારતીય વાયુસેનાની 3 મહિલા અધિકારી પીએમ મોદીની સાથે હાજર રહેશે. જેમાં ફ્લાઈંગ ઓફિસર પ્રીતમ સાંગવાન વડાપ્રદાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવામાં મદદ કરશે. ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને તરફ ઊભી રહેશે.
MoD: 3 women IAF officers to assist PM Modi tomorrow during #IndiaIndependenceDay ceremony. Flying Officer Preetam Sangwan will assist PM in unfurling of national flag, while Flt Lt Jyoti Yadav & Flt Lt Mansi Geda will be positioned on either side of the saluting dais for PM. pic.twitter.com/5z8Q6n3UxC
— ANI (@ANI) August 14, 2019
લાલ કિલ્લા ખાતે પાકી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. લાલ કિલ્લાના દરેક ખૂણા પર અસંખ્ય સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેની સાથે જ આ વિસ્તારમાં આવેલી ઈમારતોની છત પર પણ રાઈફલોની સાથે સુરક્ષાકર્મચારી તૈનાત રહેશે. લાલ કિલ્લા અને તેની આજુબાજુ દિલ્હી પોલીસના હજારો કર્મચારી અને અર્ધસૈનિક દલોની ટૂકડીઓ તૈનાત રહેશે.
જાણો પીએમ મોદીનો કાર્યક્રમ...
- 7.05 am : રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે
- 7.18 am : લાહોરી ગેટ થઈને લાલ કિલ્લા પર જશે
- 7.30 am : લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે.
- 10.00 am : વડાપ્રધાનના નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
- સાંજે વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે