Assembly Election 2021 Live: 5 રાજ્યોમાં મતદાન ચાલુ, બપોરે એક વાગ્યા સુધીમાં ક્યાં કેટલા પડ્યા મત...જાણો
દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં તમામ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે જ્યારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ જ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં આજે મતદાન થયા બાદ પણ હજુ પાંચ તબક્કાનું મતદાન થશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું અને સાંજે 6.30 વાગ્યા સુધી મતદાન ચાલશે.
એક વાગ્યા સુધીમાં આટલું મતદાન
બપોરે એક વાગ્યા સુધીમાં આસામમાં 53.23%, કેરળમાં 47.28%, પુડુચેરીમાં 53.76%, તામિલનાડુમાં 39.00%, અને પશ્ચિમ બંગાળમાં 53.89% મતદાન નોંધાયું.
Voter turnout in #AssemblyElections2021 till 1 pm:
Assam 53.23%, Kerala 47.28%, Puducherry 53.76%, Tamil Nadu 39.00% and West Bengal 53.89% pic.twitter.com/hUvF5Cz9kY
— ANI (@ANI) April 6, 2021
રજનીકાંતે થાઉસેન્ડ લાઈન્ટ્સમાં કર્યું મતદાન
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. સુપરસ્ટાર રજનીકાંતે થાઉસેન્ડ લાઈટ્સ મતવિસ્તારના સ્ટેલા મેરિસમાં એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.
Chennai: Actor Rajinikanth casts vote at a polling booth in Stella Maris of Thousand Lights constituency#TamilNaduElections pic.twitter.com/PRPGVKE8kv
— ANI (@ANI) April 6, 2021
મેટ્રો મેને કર્યું મતદાન
કેરળ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. પલક્કડ બેઠકથી ભાજપના ઉમેદવાર મેટ્રો મેન ઈ શ્રીધરને કેરળના પોન્નાનીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું.
Kerala: 'Metro Man' E Sreedharan arrives at a polling station in Ponnani to cast his vote in the single-phase #AssemblyElections2021 of the state
He is BJP's candidate from Palakkad pic.twitter.com/VkxhI7JISX
— ANI (@ANI) April 6, 2021
પીએમ મોદીએ કરી મતદાનની અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ, અને પુડુચેરીમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાનની અપીલ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે આસામ, કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈ રહી છે. આ રાજ્યોના લોકોને ભલામણ કરું છું કે તેઓ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરે. ખાસ કરીને યુવા મતદારો.
5 રાજ્યોમાં મતદાન શરૂ થયું.
પશ્ચિમ બંગાળ અને આસામમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. જ્યારે તામિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયું.
પશ્ચિમ બંગાળ
બંગાળ ચૂંટણીના ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 78 લાખ 50 હજાર મતદારો રજિસ્ટર્ડ છે. આ તબક્કાના મતદાનમાં 205 ઉમેદવારો મેદાનમા છે. જેમાં ભાજપના સ્વપ્ન દાસગુપ્તા, ટીએમસીના આશિમા પાત્રા અને સીપીએમના કાંતિ ગાંગુલી પ્રમુખ નેતા છે.
Voting for the final phase of polling in Assam and third phase in West Bengal, begins. Voting also begins for the single-phase polling in Kerala, Puducherry and Tamil Nadu.#AssemblyElections2021 pic.twitter.com/zSMsHsigNa
— ANI (@ANI) April 6, 2021
આસામ
આસામ ચૂંટમીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં કુલ 337 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. જેમાં રાજ્યના મંત્રી હિમંત બિસ્વા સરમાનું નામ પણ સામેલ છે. બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્ર (બીટીઆર)ના 3 સહિત 12 જિલ્લાની આ બેઠકો પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં 25 મહિલા ઉમેદાવારોના ભાગ્યનો ફેસલો પણ ઈવીએમમાં કેદ થશે.
કેરળ
કેરળમાં 140 બેઠકો માટે મતદાન થશે. જેમાં કુલ 957 ઉમેદવારો પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે. 2 કરોડ 74 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગત ચૂંટમીમાં એલડીએફને 91 અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(યુડીએફ)ને 47 બેઠકો મળી હતી. અહીં બહુમત માટે 71 બેઠકો જોઈએ છે.
તામિલનાડુ
તામિલનાડુમાં પહેલા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. આજે 234 બેઠકો માટે 3998 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યમાં 6કરોડ 28 લાખ મતદારો છે. ચૂંટણીમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી, નાયબમુખ્યમંત્રી ઓ પનીર સેલ્વમ, દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિન, એએમએમકે સંસ્થાપક ટીટીવી દિનાકરણ, અભિનેતા અને મક્કલ નીધિ મય્યમના સંસ્થાપક કમલ હસન, નામ તમીઝાર કાચ્ચીના નેતા સીમાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ એલ મુરુગન સહિત 3998 ઉમેદવારો મેદાનમાં છે.
પુડુચેરી
પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ વખતે 324 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ચૂંટણી પંચ અને આદર્શ આચાર સંહિતાના નિર્દેશોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર તથા નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ તમામ રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળોની ભારે તૈનાતી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે