એકમાત્ર ફોકસ કોરોના પર, ગુજરાત સરકારના આ 7 નિર્ણય વાયરસને હંફાવશે
વકરતા કોરોના મુદ્દે ગુજરાત સરકાર ચારેબાજુથી ભીંસાઈ છે. શું કરવું અને શું ન કરવું તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. કોરોનાને ડામવા પર સરકારનું એકમાત્ર ફોકસ છે, તેથી જ વેક્સીનેશન ઝડપી કરાયું છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું નિયંત્રણ મુદ્દે ગુજરાત સરકારે મહત્વના 7 નિર્ણય લીધા છે. સરકારના આ 7 નિર્ણય કોરોનાને બાનમાં રાખવા માટે લેવાયા છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈએ શું છે સરકારના આ 7 નિર્ણય.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :વકરતા કોરોના મુદ્દે ગુજરાત સરકાર ચારેબાજુથી ભીંસાઈ છે. શું કરવું અને શું ન કરવું તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. કોરોનાને ડામવા પર સરકારનું એકમાત્ર ફોકસ છે, તેથી જ વેક્સીનેશન ઝડપી કરાયું છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું નિયંત્રણ મુદ્દે ગુજરાત સરકારે મહત્વના 7 નિર્ણય લીધા છે. સરકારના આ 7 નિર્ણય કોરોનાને બાનમાં રાખવા માટે લેવાયા છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈએ શું છે સરકારના આ 7 નિર્ણય.
- 8 મહાનગરોમાં 500 બેડની નવી હોસ્પિટલો શરૂ કરાશે
- ઓક્સિજન ઉત્પાદકોએ 60% ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રે આપવો પડશે
- 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી
- કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2 હજાર રૂપિયા
- કોવિડ કેર સેન્ટર માટે દૈનિક 1500 ચાર્જ લઈ શકાશે
- સોલા, SVP, સિવિલમાં મળશે રેમડેસિવિર ઈન્જેક્શન
- આગામી 3થી 5 દિવસમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે
- ટ્રીપલ લેયર માસ્ક હવે 1 રૂપિયાની કિંમતે મળશે
- APMC-અમૂલ પાર્લર પરથી 1 રૂપિયામાં મળશે માસ્ક
આ પણ વાંચો : રસી સાથે સોનુ ફ્રી : ગુજરાતના આ શહેરમાં એક ઓફરથી વેક્સીન લેનારાઓની લાંબી લાઈન લાગી
કોવિડ19 ના કેસો વધતા રેમડેસીવીરની માંગ વધી છે. ખાનગી હોસ્પિટલ કે જેમની સાથે કોરોનાની સારવાર મામલે AMC એ MOU કરેલા છે તેને રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબ રેકવિઝિશન કરેલી હોસ્પિટલે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો જાતે મેળવવાનો રહેશે. જેના માટે અમદાવાદ શહેરમાં 3 હોસ્પિટલ નક્કી કરાઈ છે. અમદાવાદમાં આવેલી અસારવા અને સોલા સિવિલ ખાતેથી તેમજ SVP હોસ્પિટલ ખાતેથી કોરોનાની સારવાર માટે AMC એ કરેલા MOU ધરાવતી હોસ્પિટલ રેમડેસીવીરના ઇન્જેક્શન મેળવી શકશે.
તો બીજી તરફ, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં 1885 બેડ ફૂલ થઈ ગઈ છે. માત્ર 200 બેડ ખાલી ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. બેડ વધારવા એડીચોટીનું જોર લગાવાયું છે. જોકે, તબિયત સ્થિર હોય તેવા દર્દીઓને સમરસ હોસ્પિટલમાં ખસેડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે