દલાઈ લામાના આ QUOTES કદી વાંચ્યા છે? તમારી જિંદગીને મળશે એક નવી દિશા

દલાઈ લામાનાં વિચાર આધ્યાત્મક અને સકારાત્મક સંબંધિત હોય છે. દલાઈ લામાને દુનિયાના શાંતિદૂત માનવામાં આવે છે. દલાઈ લામાના વિચાર જીવનને સકારાત્મકતાથી સભર કરી દે છે.

 દલાઈ લામાના આ QUOTES કદી વાંચ્યા છે? તમારી જિંદગીને મળશે એક નવી દિશા

નવી દિલ્હી: દલાઈ લામા તિબ્બતનાં 14માં આધ્યાત્મિક ધર્મગુરુ છે. દલાઈ લામાનાં વિચાર આધ્યાત્મક અને સકારાત્મક સંબંધિત હોય છે. દલાઈ લામાને દુનિયાના શાંતિદૂત માનવામાં આવે છે. દલાઈ લામાના વિચાર જીવનને સકારાત્મકતાથી સભર કરી દે છે.

1) શક્ય હોય તો જીવનમાં બીજાની મદદ કરો, જો એવુ ન કરી શકો તો કોઈને નુકસાન તો ન જ પહોંચાડોઃ દલાઈ લામા

2) પોતાની સફળતાને જ્જ કરો, વિચાર કરો કે સફળ થવા માટે શું ગુમાવી દીધુઃ દલાઈ લામા

3)  શક્ય હોય ત્યાં સુધી દયાવાન રહો. પ્રયાસ કરો તો આ કરવુ ખૂબ જ સરળ છેઃ દલાઈ લામા

4) ક્યારેક-ક્યારેક લોકો કંઈક કહીને-બોલીને પોતાની પ્રભાવશાળી છાપ છોડે છે, તમે ચૂપ રહીને પણ પોતાની પ્રભાવશાળી છાપ છોડી શકો છોઃ દલાઈ લામા

5) સાચ્ચો હીરો એ છે જે પોતાના ક્રોધ પર કાબૂ મેળવે છેઃ દલાઈ લામા

6) તમારો હેતુ કોઈનાથી સારા બનવાનો નહીં, પરંતુ તમે પહેલા જેવા હતા તેનાથી વધુ સારા બનવાનો પ્રયાસ કરોઃ દલાઈ લામા

7) જૂના મિત્રો પાછળ છૂટી જાય છે અને નવા મિત્રો જીવનમાં જગ્યા બનાવી લે છે, આ પ્રક્રિયા દિવસો ના વિતવા જેવી છે, જેમ એક દિવસ વીતી જાય છે અને નવો દિવસ આવે છે. પરંતુ મહત્વનું એ છે કે, તેને કેટલો મહત્વપૂર્ણ બનાવો છો. પછી તે મિત્ર હોય કે દિવસ.

8) ઊંધ સૌથી સારુ ચિંતન છેઃ દલાઈ લામા

9) આપણે ધર્મ અને ધ્યાન વગર રહી શકીએ છે, પરંતુ માનવસ્નેહ વગર નથી રહી શકતાઃ દલાઈ લામા

10) તમને દુનિયામાં ત્યાં સુધી શાંતિ નથી મળતી, જ્યાં સુધી તમે પોતાની જાત સાથે શાંતિ નથી જાળવી શકતાઃ દલાઈ લામા

11) ખુશી તૈયાર નથી મળતી, તેના માટે પગલુ માંડવુ પડે છેઃ દલાઈ લામા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news