એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન: હવે મોટા પડદે છવાશે, આ એક્ટરનું સ્થાન કોણ લેશે?

મૂકેશ ખન્નાને તેમની ફિલ્મોથી પણ વધારે તેમના ‘શક્તિમાન’વાળા કિરદારનાં કારણે ઓળખવામાં આવે છે. 90નાં દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થતો ‘શક્તિમાન’ એક એવો શો હતો જે બાળકોમાં હોટ ફેવરિટ હતો.

એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન: હવે મોટા પડદે છવાશે, આ એક્ટરનું સ્થાન કોણ લેશે?

નવી દિલ્હી: ‘શક્તિમાન’ દૂરદર્શનનો એવો શો હતો જેના દિવાના 90નાં દાયકાનાં લગભગ દરેક બાળક હતા. આ શોમાં મૂકેશ ખન્નાએ શક્તિમાનનો કિરદાર અદા કર્યો હતો. હવે આ જ કિરદારને મોટા પડદા પર ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. શક્તિમાનનું પાત્ર ભજવવા માટે આ સુપરસ્ટારના નામની ચર્ચા ચાલી રહી છે.

મૂકેશ ખન્નાને તેમની ફિલ્મોથી પણ વધારે તેમના ‘શક્તિમાન’વાળા કિરદારનાં કારણે ઓળખવામાં આવે છે. 90નાં દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થતો ‘શક્તિમાન’ એક એવો શો હતો જે બાળકોમાં હોટ ફેવરિટ હતો. આજે પણ આ શોની ફેન ફોલોઈંગ બિલકુલ પણ ઓછી નથી. શોમાં શક્તિમાનથી લઈને ગંગાધર, ગીતા, વિશ્વાસ અને કિલ્વિશ સુધીના દરેક કિરદાર ફેમસ હતા. એકવાર ફરીથી પોતાની શક્તિઓ સાથે શક્તિમાન પરત ફરી રહ્યો છે, પરંતુ આ વખતે શક્તિમાન નાના પડદા પર નહીં મોટા પડદા પર જોવા મળશે. આટલુ જ નહીં, સુપરહીરોનું આ કિરદાર નીભાવવા માટે બોલીવુડના એક સુપરહીરોનું નામ પણ સામે આવી રહ્યું છે.

મોટા પડદા પર આ સ્ટાર બની શકે છે શક્તિમાન
છેલ્લા ઘણાં સમયથી શક્તિમાન પર ફિલ્મ બનાવવાની વાત ચાલી રહી છે. 1997માં શક્તિમાનનો યાદગાર કિરદાર નીભાવી ચૂકેલા મૂકેશ ખન્નાએ જ આ વાત જાહેર કરી હતી. કહ્યું હતુ કે, તેઓ ટૂંક સમયમાં પોતાના આ શોને ફિલ્મી પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. સોની પિક્ચર્સ સાથે મળીને મૂકેશ ખન્નાનું પ્રોડક્શન હાઉસ ‘ભીષ્મ ઈન્ટરનેશનલ’ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. રિપોર્ટ્સની વાત માનવામાં આવે તો, રણવીર સિંઘે આ ફિલ્મમાં રસ દાખવ્યો છે. જોકે, હજુ સુધી આ અંગેની કોઈ સત્તાવાર માહિતી નથી મળી.

એક્ટર અંગે મૂકેશ ખન્નાએ આપ્યો જવાબ
હંમેશા પોતાની ફિલ્મો અને દરેક મુદ્દે ખુલીને વાત કરવાવાળાં મૂકેશ ખન્નાને જ્યારે ફિલ્મના લીડ એક્ટર વિશે સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો તો તેમણે આ મુદ્દે વાત કરવાનો ઈન્કાર કર્યો. મૂકેશ ખન્નાએ ભલે લીડ એક્ટર તરીકે રણવીર સિંઘનું નામ નથી લીધુ પરંતુ આ વાત ખોટી પણ નથી ગણાવી. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે, રણવીર સિંહ પહેલા વિક્કી કૌશલ અને વિદ્યુત જામવાલને આ સુપરહીરો માટે એપ્રોચ કરવામાં આવ્યુ હતુ.

રોહિત શેટ્ટી સાથેની ફિલ્મ સિંબા બાદ રણવીર કરશે આ ફિલ્મ
રણવીર સિંહ પાસે હાલ 2022માં અનેક મોટા પ્રોજેક્ટ છે. જયેશભાઈ જોરદાર બાદ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’માં નજરે પડશે. આ ફિલ્મને કરણ જોહર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય રણવીર સિંહની જોડી એકવાર ફરી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news