સુશીલ મોદીનો આરોપ, એનડીએ ધારાસભ્યોને જેલમાંથી ફોન કરી રહ્યા છે લાલૂ યાદવ
સુશીલ મોદીનો આ ખુલાસો સનસનીખેજ છે કારણ કે બુધવારે બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થવાની છે. એનડીએ તરફથી ભાજપ ધારાસભ્ય વિજય કુમાર સિન્હા અને મહાગઠબંધન તરફથી આરજેડી ધારાસભ્ય અવધ બિહારી સિંહ સ્પીકર પદ માટે મેદાનમાં છે.
Trending Photos
પટનાઃ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા સુશીલ કુમાર મોદીએ આરજેડી સુપ્રીમો લાલૂ યાદવને લઈને મોટો ખુલાસો કર્યો છે. સુશીલ મોદીએ આરોપ લગાવ્યો કે રાંચીમાં જેલની સજા કાપી રહેલા લાલૂ યાદવ સતત મોબાઇલ ફોન દ્વારા એનડીએ ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યાં છે અને તેમને મહાગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાલૂ હાલ રિમ્સ હોસ્પિટલના કેલી બંગલામાં રહે છે.
સુશીલ મોદીએ આરોપ લગાવ્યો લે લાગૂ યાદવે મોબાઇલ નંબર 805121 6302ના માધ્યમથી એનડીએ ધારાસભ્યોને મહાગઠબંધનમાં સામેલ થવા બદલ મંત્રી બનાવવાની લાલચ આપી રહ્યા છે.
Lalu Yadav making telephone call (8051216302) from Ranchi to NDA MLAs & promising ministerial berths. When I telephoned, Lalu directly picked up.I said don’t do these dirty tricks from jail, you will not succeed. @News18Bihar @ABPNews @ANI @ZeeBiharNews
— Sushil Kumar Modi (@SushilModi) November 24, 2020
ટ્વીટ કરી આ ખુલાસો કરતા સુશીલ મોદીએ કહ્યુ કે, જ્યારે તેમણે આ મોબાઇલ નંબર પર ફોન લગાવ્યો તો ખુદ લાલૂ યાદવે ફોન ઉપાડ્યો હતો. ત્યારબાદ સુશીલ મોદીએ લાલૂને ફોન પર કહ્યુ કે, જેલની અંદર બેસીને એનડીએની તોડવાના ષડયંત બંધ કરે કારણ કે તે તેમાં સફળ થશે નહીં.
સુશીલ મોદીનો આ ખુલાસો સનસનીખેજ છે કારણ કે બુધવારે બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થવાની છે. એનડીએ તરફથી ભાજપ ધારાસભ્ય વિજય કુમાર સિન્હા અને મહાગઠબંધન તરફથી આરજેડી ધારાસભ્ય અવધ બિહારી સિંહ સ્પીકર પદ માટે મેદાનમાં છે.
લવ જેહાદઃ ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી, 10 વર્ષની સજાની જોગવાઈ
તે વાતની સંપૂર્ણ સંભાવના છે કે વિધાનસભા સ્પીકર પદ માટે ચૂંટણી નિશ્ચિત છે અને તેવામાં લાગૂ પ્રસાદ તરફથી એનડીએ ધારાસભ્યોને તોડવાના ષડયંત્રનો આરોપ ખુબ ગંભીર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે