કોર્ટના અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિત ઠેરવ્યા
અનાદરના કેસ (Contempt of court) માં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) ને સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યાં છે. ટ્વિટ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગંભીરતાથી લેતા વીકલ પ્રશાંત ભૂષણને કોર્ટના અનાદર બદલ દોષિત માન્યા છે. હવે સજા પર સુનાવણી 20 ઓગસ્ટે થશે. આ મામલે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ટ્વિટ ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.
Trending Photos
નવી દિલ્હી: અનાદરના કેસ (Contempt of court) માં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) ને સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યાં છે. ટ્વિટ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગંભીરતાથી લેતા વીકલ પ્રશાંત ભૂષણને કોર્ટના અનાદર બદલ દોષિત માન્યા છે. હવે સજા પર સુનાવણી 20 ઓગસ્ટે થશે. આ મામલે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ટ્વિટ ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.
Supreme Court holds lawyer Prashant Bhushan guilty of contempt of court for his alleged tweets on CJI and his four predecessors. The Court to hear the arguments on sentence against him on August 20. pic.twitter.com/4IUx7W0Wqj
— ANI (@ANI) August 14, 2020
ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મૂરારીની બેન્ચે આ કેસમાં પ્રશાંત ભૂષણને દોષિત માન્યાં. કોર્ટે પાંચમી ઓગસ્ટે આ કેસમાં સુનાવણી પૂરી કરતા કહ્યું હતું કે તેના પર ચુકાદો પછી સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસએ બોબડે અને ચાર પૂર્વ સીજેઆઈને લઈને પ્રશાંત ભૂષણ તરફથી કરાયેલા બે અલગ અલગ ટ્વિટને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.
નોટિસના જવાબમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે સીજેઆઈની ટીકા સુપ્રીમ કોર્ટની ગરિમાને ઓછી કરતી નથી. બાઈક પર સવાર સીજેઆઈ અંગે ટ્વિટ કોર્ટમાં સમાન્ય સુનાવણી ન થવાને લઈને તેમની પીડાને દર્શાવે છે. આ ઉપરાંત ચાર પૂર્વ સીજેઆઈને લઈને ટ્વિટ પાછળ મારી સોચછે જે ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે