રામ મંદિરના નિર્ણય પર ડિસેમ્બરમાં પુન:વિચાર અરજી લાવીશ: સુબ્રમણ્યમ સ્વામી
દેશભરમાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર સુનાવણી થઇ હતી.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી ટળી ગઇ છે. રામ મંદિર નિર્માણ મુદ્દે જાન્યુઆરી 2019 સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે. દેશભરમાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર સુનાવણી થઇ હતી. તે પહેલા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સુનાવણીને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દા પર નિર્ણય ટાળી દેવામાં આવશે તો તેઓ ડિસેમ્બરમાં તેના માટે સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર અરજી દાખલ કરશે.
વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર વિવાદ: અયોધ્યા કેસની સુનાવણીની ટળી, આગામી વર્ષે જાન્યુઆરીમાં સુનાવણી થશે
ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દા પર સંત સમાજ ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે. સોમવારે શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે અમને માત્ર ભગવાન પર વિશ્વાર છે, કોઇ વ્યક્તિ પર નથી. તેમણે કહ્યું કે એક તરફ પીએમ મોદી છે તો એક તરફ સીએમ યોગી છે. મંદિર નિર્માણનો આજ યોગ્ય સમય છે. અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.
વાંચવા માટે ક્લિક કરો: જલ્દી થાય રામ મંદિરનું નિર્માણ, હિન્દુઓનું ધૈર્ય તૂટશે તો કંઇપણ થઇ શકે છે: ગિરિરાજ સિંહ
તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવુ જોઇએ. અમને કોઇની પર વિશ્વાસ નથી. અમે બધા જ સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છે. પરંતુ તેમની વાતોનું સમ્માન કરતા નથી. અમને વિશ્વાસ છે કતે મોદી સરકારમાં રામ મંદિર બનશે. તેમણે કહ્યું કે બદા સાધુ-સંતોએ નરેન્દ્ર મોદીને મંદિર નિર્માણ માટે પ્રધાનમંત્રી પદ પર મોકલ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે