સરદારની પ્રતિમાના માથે ત્રણ વર્ષ જ રહેશે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનો તાજ, આ મૂર્તિ લેશે સ્થાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નુ આનાવરણ કરશે. 182 મીટક ઉંચી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લબભાઇ પટેલની મૂર્તિ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નુ આનાવરણ કરશે. 182 મીટક ઉંચી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સૌથી ઉંચી પ્રતિમાંનો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે. અને ત્યાર બાદ ભારતમાં જ બની રહેલી અન્ય એક મૂર્તી આ રેકોર્ડને તોડી દુનિયાની સોથી ઉંચી પ્રતિમાં બની જશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે બીજી મહારાષ્ટ્ર સરાકાર દ્વારા આશરે 3800 કરોડ રૂપિયાની મદદથી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ નિર્માણ પામી રહી છે. સ્ટેચ્યુ ઓપ યુનિટી પર અત્યાર સુધીમાં 2300 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઇ ચૂક્યો છે. જ્યારે આ ખર્ચ વધીને 3000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બંન્ને મર્તિઓ બનાવવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂબ્રો(એલએન્ડટી)ને મળ્યો છે.
મુંબઇમાં સરબ સાગરમાં બની રહેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ અથવા તો શિવા સ્મારક વહેલી તકે દુનિયાની સૌથી ઉચી પ્રતિમા બની જશે. શિવા સ્મારકની ઉંચાઇ 190 મીટર રાખવામાં આવશે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ 182 મીટર રાખવામાં આવી છે. શિવા સ્મારક સમિતિના અધ્યક્ષ વિનાયક મેટેએ જણાવ્યું કે શિવાજીની આ પ્રતિમાં વિશ્વમાં સૌથી ઉચી પ્રતિમાં બનશે. પણ બેસની સાથે સરદારની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ સોથી વધારે છે. મહત્વનું છે, કે સ્ટેચ્યું ઓફ યુનિટીમાં સરદારની સીધી એટલે લે ઉભેલી મૂર્તી છે. જ્યારે શિવા સ્મારકની મૂર્તિમાં ઘોડા અને તલવારની ઉંચાઉને પણ જોડવામાં આવી છે.
શિવા સ્મારકમાં શિવાજીવી મૂર્તિ સિવાય એક મ્યૂઝિયમ, એક થિયેટર, અને એક હોસ્પિટલ પણ બનાવામાં આવશે. નક્કી કરેલા સમય અનુસાર આ સ્મારક 2021 સુધીમાં બનીને તૈયાર થઇ જશે. આ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં નો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે. પરંતુ શિવા સ્મારકની ડિઝાઇન અંગે પર્યાવરણવિદોને અવરોધ વ્યક્ત કર્યો છે. હવે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જ નક્કી થશે કે વિશ્વની સૌથી મોટી મૂર્તિનો તાજ કોને મળે છે. અને આ તાજ ભલે ગમે તેમને મળે પણ નિસંદેહ ભારતને આ બંન્ને મૂર્તિઓ પર ગર્વ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે