SSC Selection Post Phase 9: સરકારી નોકરી ઈચ્છતા લોકો માટે મોટા ખુશખબર, SSC એ 3261 પદ માટે ભરતી બહાર પાડી

SSC Selection Post Phase 9 2021: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા ખુશ ખબર આવ્યા છે.

SSC Selection Post Phase 9: સરકારી નોકરી ઈચ્છતા લોકો માટે મોટા ખુશખબર, SSC એ 3261 પદ માટે ભરતી બહાર પાડી

SSC Selection Post Phase 9 2021: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા ખુશ ખબર આવ્યા છે. SSC એ સિલેક્શન પોસ્ટ ફેઝ-09નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે હેઠળ આયોગે 3261 પદો માટે ભરતી બહાર પાડી છે. આ પદો પર પસંદગી પામનારા ઉમેદવારોને કેન્દ્ર સરકારના 271 વિભાગોમાં તૈનાત કરાશે. આ માટે અરજીની પ્રક્રિયા શુક્રવારે (24 સપ્ટેમ્બર 2021)થી શરૂ થઈ ચૂકી છે જે ઉમેદવારો આ પદો પર ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેઓ આયોગની ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર જઈને 25 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકે છે. 

બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારો ઓનલાઈન ફી 28 ઓક્ટોબર સુધીમાં જમા કરી શકે છે. જ્યારે ઓફલાઈન ચલણ 28 ઓક્ટોબરની રાતે 11.30 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થઈ શકશે. ચલણના માધ્યમથી એક નવેમ્બર સુધીમાં ફી જમા થઈ શકશે. વધુ માહિતી અભ્યર્થી આયોગની ઓફિશિયલ વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ચેક કરી શકો છો. 

વેકેન્સી ડિટેલ્સ
નોટિફિકેશન મુજબ ભરતી માટે કોમ્પ્યુટર આધારીત પરીક્ષા આગામી વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થશે. 3261 પદોમાંથી એસસીના 477, એસટી 249, ઓબીસી 788, બિનઅનામત 1366 અને ઈડબલ્યુએસના 381 પદ છે. બાકીના પદ દિવ્યાંગ અને અન્ય વર્ગ માટે અનામત છે. જેમાંથી 400થી વધુ પદ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, 146 રિસર્ચ આસિસ્ટન્ટ, 62 જૂનિયર જિયોગ્રાફિકલ આસિસ્ટન્ટના સામેલ છે. 

અરજી ફી
ઉમેદવારોએ અરજીની ફી તરીકે 100 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. તેની ચૂકવણી ઓનલાઈન ભીમ યુપીઆઈ, નેટ બેંકિંગ, વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો, રૂપે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કે એસબીઆઈની શાખાઓમાં એસબીઆઈ ચલણ જનરટે કરીને થઈ શકે છે. મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), વિકલાંગ વ્યક્તિઓ (પીડબલ્યુડી) અને અનામત પાત્ર પૂર્વ સૈનિકો (ઈએસએમ) સંબંધિત ઉમેદવારોને ફીની ચૂકવણીમાં છૂટ અપાઈ છે. 

સિલેક્શન પ્રોસેસ
મેટ્રિક્યુલેશન, હાયર સેકન્ડરી, અને ગ્રેજ્યુએશન તથા તેનાથી ઉપરના લેવલની યોગ્યતાવાળા પદો માટે ત્રણ અલગ અલગ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ હશે જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપના મલ્ટીપલ ચોઈસના પ્રશ્નો પૂછાશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news