ગુજરાત યુનિવર્સિટી બની છબરડા યુનિવર્સિટી, એક ભૂલથી 400 વિદ્યાર્થીઓના એડમિશન પર ખતરો મંડરાયો

ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સામે આવ્યો છે. બી.કોમ.ની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાણ ના ધરાવતી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા છે. ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજમાં 400 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. 
ગુજરાત યુનિવર્સિટી બની છબરડા યુનિવર્સિટી, એક ભૂલથી 400 વિદ્યાર્થીઓના એડમિશન પર ખતરો મંડરાયો

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સામે આવ્યો છે. બી.કોમ.ની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાણ ના ધરાવતી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા છે. ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજમાં 400 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. 

ન્યૂ. એલ.જે. કોમર્સ કોલેજનું જોડાણ ગત વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ હતું, પરંતુ ચાલુ વર્ષે ન્યૂ એલ.જે. કોલેજનું જોડાણ ગુજરાત યુનિવર્સિટી સાથે રદ થયું હતું. ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાણ ના હોવા છતાં 400 કરતા વધુ વિદ્યાર્થીઓને એલોટમેન્ટ ન્યૂ. એલ.જે. કોમર્સ કોલેજમાં આપી દેવાતા અધિકારીઓને ભારે આશ્ચર્ય સર્જાયુ હતું. રાજ્યની સૌથી જૂની અને સૌથી આધુનિક સુવિધાઓથી સંપન્ન યુનિવર્સિટી દ્વારા આટલો મોટો છબરડો થતા આશ્ચર્ય સર્જાયું છે. 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા, પરિણામમાં થતા છબરડા બાદ હવે પ્રવેશમાં પણ છબરડાનો દૌર શરૂ થયો છે. બી.કોમ.ના પ્રવેશ માટે જાહેર કરાયેલી બુકલેટમાં પણ ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજનો ઉલ્લેખ કરાયેલો જોવા મળ્યો હતો. ઇન્ફર્મેશન બુકલેટના 65 પેજ પર 58 અને 59 નંબરની કોલેજ પસંદગીના વિકલ્પ તરીકે ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજનો ઉલ્લેખ કરાયો હતો. વિદ્યાર્થીઓને ઓપ્સન મળતા ન્યૂ. એલ.જે. કોમર્સ કોલેજનો વિદ્યાર્થીઓએ વિકલ્પ પસંદ કર્યો હતો. ન્યૂ. એલ.જે. કોમર્સ કોલેજનું નામ ઇન્ફર્મેશન બુકલેટમાંથી દુર ના કરાયા બાદ ઓનલાઇન કોલેજ પસંદગીમાં વિકલ્પ અપાતા છબરડો સર્જાયો હતો. 

જોકે, આ પ્રવેશ પ્રક્રિયામાં છબરડાને લઈને સત્તાધીશો મૌન જોવા મળ્યાં. તેઓએ આ છબરડા અંગે કોઈ ખુલાસો કર્યો નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news