અંબાલાલ પટેલની સૌથી ભયાનક આગાહી! આ તારીખ બાદ વરસાદી પાણી કૃષિનો સત્યનાશ વાળશે!

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા...રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલી, વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ સિવાય આજે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં યેલો અલર્ટ અપાયું છે.

1/11
image

આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરાઈ છે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા હવે વધી ગઈ છે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે. 

2/11
image

ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે ખેડૂતોની આતુરતાનો અંત આપતી આગાહી કરી છે, તેમણે કહ્યું છે કે રાજ્યમાં 24 થી 30 જૂન દરમ્યાન વાવણીલાયક વરસાદ પડશે. પરંતુ આગામી 5 જૂલાઈ બાદ વરસાદી પાણી કૃષિ પાકોમાં રોગ જીવાત લાવી શકે છે. કવરાપામાં ખેડ કે આંતરખેડ સારી નહી. વરાપ નીકળ્યા બાદ કૃષિ કાર્યો કરવા સારા રહેશે. 

3/11
image

અંબાલાલ પટેલનું કહેવું છે કે રથયાત્રા ના દિવસે  પણ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ આવી શકે છે, અંબાલાલના મતે 20 જૂલાઈ આસપાસ દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ગુજરાતની નર્મદા, સાબરમતી અને તાપી નદીનું જળસ્તર વધી શકે છે. 

4/11
image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસ્યો હતો. જોકે રાજ્યમાં બે દિવસ પછી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સોમવારથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા રહેશે. વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં જ સ્થિર થયું છે.   

5/11
image

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતુ જ નથી. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. 

6/11
image

હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, હાલમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. 

22 જૂનની વરસાદની આગાહી

7/11
image

અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી 

8/11
image

23 જૂન બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ  દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી 

9/11
image

24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

10/11
image

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. 

11/11
image

તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.