Moose wala Murder: મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને સૌથી મોટી સફળતા, વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

Murder Case: ડીજીપી પંજાબે જણાવ્યું છે કે આ કેન્દ્રિય એન્જસીઓની મદદથી પંજાબ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની વચ્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 Moose wala Murder: મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને સૌથી મોટી સફળતા, વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

Moosewala Murder Case: પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને એક મોટી સફળતાના રૂપમાં પશ્ચિમ બંગાળથી સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ ત્રણ ફરાર શાર્પ શૂટરોની ધરપકડ કરી છે.

આ ત્રણ લોકોની ધરપકડ
ડીજીપી પંજાબે જણાવ્યું છે કે આ કેન્દ્રિય એન્જસીઓની મદદથી પંજાબ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની વચ્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દીપક ઉર્ફે મુંડી અને તેના સાથીદાર કપિલ પંડિત અને રાજેન્દ્ર ઉર્ફે જોકરની ધરપકડ કરવામાં આવી છે. 

કંઈક આવી હતી પ્લાનિંગ
ડીજીપીએ આગળ જાણકારી આપતા જણાવ્યું હતું કે, દીપક, પંડિત અને રાજિંદરને આજે એજીટીએફ (એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ) ટીમ દ્વારા પશ્ચિમ બંગાળ- નેપાળ સરહદ પર એક ખાનગી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. દીપક બોલેરો મોડ્યૂમમાં શૂટર હતો. પંડિત અને રાજિંદરે તેને હથિયારો અને ઠેકાણામાં છુપાવા સહિતની લોજિસ્ટિકલ સપોર્ટ આપવામાં આવી હતી.

આવી રીતે થઈ હતી મૂસેવાલાની હત્યા
તમને જણાવી દઈએ કે સિદ્ધૂ મૂસેવાલા નામથી જાણીતા ગાયક શુભદીપ સિંહ સિદ્ધૂની 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૂસેવાલા જ્યારે પોતાના મિત્ર અને સંબંધીઓની સાથે એક જીપમાં સવાર થઈને માનસાના જવાહરના ગામડામાં જઈ રહ્યા હતા, ત્યારે જ 6 લોકોએ તેમનો રસ્તો રોક્યો અને તેમના પર ગોળીઓ વરસાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news