સિયાચીન: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ, 2 પોર્ટરોના પણ મોત
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં આજે ભારતીય સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ ગઈ. આ ઘટના બપોરના 3.30 વાગ્યાની છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કહેવાતા ચિયાચિન ગ્લેશિયરમાં આવેલા બરફના તોફાનમાં 8 જવાનો દટાઈ ગયા હતાં જેમાંથી 7ને બહાર કઢાયા અને તેમને નજીકની સેના હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સારવાર દરમિયાન 4 જવાનોના મોત થયાં. આ દુર્ઘટનામાં 2 પોર્ટરોના પણ મોત થયા છે. અહેવાલો મુજબ આ અત્યંત કપરા ગણાતા વિસ્તારમાં આજે બપોરે 3.30 વાગે બરફનું તોફાન આવ્યું હતું. જેમાં પેટ્રોલિયમ ટીમના 8 જવાનો ફસાઈ ગયા હતાં. જવાનોને બચાવવા માટે સેનાએ તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. બરફનું આ ભીષણ તોફાન નોર્ધન ગ્લેશિયરમાં આવ્યું છે. જ્યાં ઊંચાઈ લગભગ 18000 ફૂટ અને તેનાથી પણ વધુ છે. જે જવાનોએ આ તોફાનનો સામનો કરવો પડ્યો છે તેઓ પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ હતાં. તેમાં 8 જવાનો હતાં. બરફનું તોફાન આવ્યું તો તેઓ ત્યારે નોર્ધન ગ્લેશિયરમાં હાજર હતાં.
Indian Army: All 8 personnel were pulled out of avalanche debris. 7 individuals who were critically injured, accompanied by medical teams were evacuated by helicopters to nearest Military Hospital. 6 casualties; 4 soldiers&2 civilian porters, succumbed to extreme hypothermia. https://t.co/804CNyS720
— ANI (@ANI) November 18, 2019
પ્રતિકૂળ હવામાન સિયાચિનમાં ભારતના જવાનોનો મોટો દુશ્મન
સિયાચિન એ વિસ્તાર છે જ્યાં ફક્ત પાક્કા મિત્રો અને કટ્ટર દુશ્મનો જ પહોંચી શકે છે. સિયાચિન દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર મનાય છે. જો તેના નામના અર્થ પર જઈએ તો સિયા એટલે ગુલાબ અને ચીન એટલે ગુલાબોની ઘાટી. પરંતુ ભારતના સૈનિકો માટે તે ગુલાબના કાંટાની જેમ સાબિત થાય છે. સિયાચીનમાં આપણા સૈનિકો માટે સૌથી મોટો દુશ્મન કોઈ ઘૂસણખોર કે આતંકવાદી નહીં પરંતુ પ્રતિકૂળ હવામાન છે. જે અલગ અલગ દેશોના માણસોમાં કોઈ અંતર નથી રાખતું.
સિયાચીનની મુખ્ય વાતો...
- સિયાચિનમાં તાપમાન માઈનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
- બેઝ કેમ્પથી ભારતની જે ચોકી સૌથી દૂર છે તેનું નામ ઈન્દ્રા કોલોની છે અને સૈનિકોને ત્યાં પગપાળા જવામાં લગભગ 20થી 22 દિવસ લાગે છે.
- ચોકીઓ પર જતા સૈનિકો એક પાછળ એક લાઈનબદ્ધ ચાલે છે અને બધાની કમરમાં એક રસી બાંધેલી હોય છે.
- કમરમાં રસી એટલા માટે બાંધે છે કારણ કે બરફ ક્યાં ધસી પડે તે કહેવાય નહીં.
જુઓ LIVE TV
- આવામાં જો કોઈ સૈનિક ખાઈમાં પડે તો બાકીના લોકો રસ્સીની મદદથી જીવ બચાવી શકે.
- સિયાચીનમાં એટલો બરફ છે કે જો દિવસમાં સૂરજ ચમકે અને તેની ચમક બરફ પર પડ્યા બાદ આંખમાં જાય તો આંખોની રોશની જવાનું જોખમ રહે છે.
- એટલું જ નહીં જો ઝડપી પવન વચ્ચે કોઈ સૈનિક રાતે બહાર હોય તો હવામાં ઉડતા બરફના અંશ ચહેરા પર સોઈની જેમ ચૂંભે છે.
- ત્યાં ન્હાવા અંગે તો વિચારી પણ શકાય નહીં. અને સૈનિકોને દાઢી કરવા માટે પણ ના પાડવામાં આવે છે. કારણ કે ત્યાં ચામડી ખુબ નાજૂક બની જાય છે અને કપાઈ જવાનું જોખમ રહે છે.
- વર્ષ 1984થી લઈને અત્યારસુધીમાં 900 સૈનિકો સિયાચીનમાં શહીદ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે